Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં ૭ જેટલા ગુન્હામાં સંડોવાયેલ રીઢા તસ્કરોને ઝડપી લેતી ધ્રાંગધ્રા પોલીસ

વઢવાણ તા.૧૩: મે.સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાની સુચના મુજબ ે જીલ્લા મા બનતા અનડીટેક મીલ્કત સબંધીત તથા વાહન ચોરી તેમજ ગે.કા.હથીયાર સોધી કાઢવા સુચના કરતા જે સુચનાઓ તેમજ ધ્રાંગધ્રા ડીવીજન ના ના.પો.અધી  રાજેન્દ્ર બી. દેવધા એ માર્ગદર્શન આપી આવા ગુનાઓ બનતા અટકાવવા તેમજ અનડીટેકટ ગુનાઓ સોધી કાઢવા   કાર્યવાહિ કરવા  સ્કવોર્ડના એ.એસ.આઇ. રણછોડભાઇ. ડી .ભરવાડ, તથા બાલજીભાઇ. આર. પરમાર વિ.સ્ટાફના માણસો ને ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં સધન પેટ્રોલીંગ કરવા જણાવેલ . ે આ સમયે ધ્રાંગધ્રા તાલુકા પોસ્ટે વિસ્તારમા સધન પેટ્રોલીંગ દરમ્યાન ના.પો.અધી ને  ચોકકસ હકીકત મળેલ કે માલવણ ગામનો રહીશ મહમદઉર્ફે સેતાન વાધાજી જત મલેક નામનો ઇસમ જે મીલકત સબંધી ગુનાઓ મા સંડોવાયેલ છે અને તેની સાથે ગે.કા.હથીયાર તમંચો રાખી જે ઇસમ બજાજ પલસર મોટરસાયકલ સાથે નિકળનાર છે.

 બાતમી આધારે આરોપી મહમદ ઉર્ફે શેતાન વાધાજી જત મલેક ઉ.વ.ર૬ રહે.માલવણ મરજીદ પાસે તા.પાટડી વાળાને એક દેશી બનાવટનો તમંચો કિ.રૂ.૫૦૦૦/- તથા જીવતા કાર્ટીસ નંગ-૬ કિ.રૂ.૬૦૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦/- તથા બજાજ પલસર મોટરસાયકલ કિ.ગ્.૬૦,૦૦૦/- એમ કુલ મુદ્દામાલ કિ.ર્રા. ૬૬,૧૦૦/- સાથે પાકડી પાડી મુદ્દામાલ કબજે કરવામા આવેલ છે. અને મજકુર આરોપની સઘન પુછપરછ કરતા આરોપીએ પોતાને દેશી બનાવટનો તમંચો સમદંરખાન કાળુખાન જત મલેક રહે. માલવણ તા.પાટડી વાળાએ આપેલ હોવાની કબુલાત કરેલ હોય જે અંગેનો ગુનો ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે.મા હથીયાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરવામા આવેલ છે. જે ગુનાની તપાસ ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે. દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

(૧). આરોપી મહમદઉર્ફે સેતાન વાધાજી જત મલેક રહે. માલવણ તા.પાટડી વાળા પાસેથી દેશી બનાવટનો તમંચો નંગ-૧, તથા જીવતા કાર્ટીસ નંગ-૬, મોટર સાયકલ નંગ-૧, મોબાઇલ નંગ-૧ (ર) આરોપી અજીતભાઇ -વિણભાઇ કોળી રહે. સજજનપુર વાળા પાસેથી જીરૂ ભરેલ કોથળાનંગ-ર તથા એરંડા ભરેલ કોથળા નંગ-૫, (૩) આરોપી બીસમીલ્લા ઉર્ફે સુલતાન રહેમાનભાઇ રહે. ભરાડા તા.ધ્રાંગધ્રા વાળા પાસેથી સી.એન.જીઓટોરીક્ષા તથા ઇલેકટ્રીક સબમર્સીબલ પંપ-૩ કબ્જે કરેલ છે.

ઉપરોકત પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી નં.(૧) નાઓની ઉંડાણપૂર્વક પુછપરછ કરતા ૭ જેટલા ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં આવેલ છે. અને આરોપી નં.(ર) તથા (૩) નાઓની ઉંડાણપૂર્વક પુછપરછ કરતા નીચે મુજબના ગુન્હાઓની કબુલાત કરેલ છે.

આ કામે પકડાયેલ આરોપીઓ ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમા આગલા દિવસે જગ્યાઓ જોઇ રેકી કરી રાત્રીના સમયે ખેડુતોની વાડીઓ અને અનાજના ગોડાઉનમા રાત્રીના સમયે રીક્ષા લઇ ગોડાઉન તથા મકાનોના તાળા તથા બારીઓ તોડી ગોડાઉનો માંથી જીરૂ,એરંડા પાણીની મોટરોની ચોરીઓ કરવાની ટેવ વાળા છે.

(12:57 pm IST)