Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

જોરાવરનગરમાં રસ્તાના કામ મામલે ભાજપ કોંગ્રેસ આમને સામને

વઢવાણ,તા.૧૩: સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા દ્વારા શહેરનાં તમામ વોર્ડમાં રોડ, રસ્તા, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે ત્યારે તાજેતરમાં પાલિકા તંત્ર દ્વારા વોર્ડ નં.૯ અને ૧૦માં ચાલી રહેલ રોડની કામગીરીમાં હલકી ગુણવત્ત્।ાનું કામ કરવામાં આવી રહ્યું હોવાનો કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો.

જયારે સામાપક્ષે પાલિકા પ્રમુખ દ્વારા આ તમામ આક્ષેપોને નકારી કાઢી રોડની કામગીરીમાં કોઈ જ ભ્રષ્ટાચાર ન થયો હોવાનું જણાવી કોઈપણ લેબમાં કામગીરીની તપાસ કરવાની ખુલ્લી ચેલેન્જ પડકારતાં રાજકારણમાં ગરમાવો વ્યાપી જવા પામ્યો હતો.

મળતી માહિતી મુજબ જોરાવરનગર અને રતનપર વોર્ડ નં.૯ તેમજ ૧૦ માં આવતાં વિસ્તારોમાં નવા રોડ બનવાની કામગીરી ચાલી રહી છે ત્યારે લાતી બજાર પાસે રોડની કામગીરી ખુબ જ હલકી ગુણવત્ત્।ાની અને ગેરરીતી થઈ રહી હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ કમલેશ કોટેચા, રોહિત પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનોએ સ્થળ પર જઈ જાત તપાસ કરી હતી અને હલકી ગુણવત્ત્।ાની કામગીરી થઈ રહી હોવાનો ઘટના સ્થળેથી વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ કર્યો હતો.ઙ્ગ

આ વિડીયો વાયરલ થતાં જ શહેરીજનોમાં અનેક પ્રકારની ચર્ચાઓ વહેતી થવાં લાગી હતી અને સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી જવા પામી હતી ત્યારે આ વિડીયો વાયરલ થયાં બાદ પાલિકા પ્રમુખ વિપીનભાઈ ટોલીયા, એન્જીનીયર કે.એચ.હેરમા, સ્થાનિક સદસ્યો સહિતની ટીમે પણ રોડની કામગીરી અંગે સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું જે મામલે પાલિકા પ્રમુખ વિપીનભાઈ ટોલીયાએ પણ શહેર કોંગ્રેસ પ્રમુખના તમામ આક્ષેપોને નકારી કાઢયા હતાં અને રોડની કામગીરી નિયમ મુજબ થતી હોવાનું જણાવી આ અંગેની તપાસ કોઈપણ લેબમાં કરાવવાની ખુલ્લી ચેલેન્જ પડકારી હતી.ઙ્ગ

તેમજ કોંગ્રેસ દ્વારા ખોટા વિડીયો વાયરલ કરી લોકોને ગુમરાહ કરવાનું કામ કરવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

(12:55 pm IST)
  • વર્લ્ડકપ ટી-૨૦માં કમબેક કરવાની ડિવિલિયર્સની ઈચ્છા access_time 3:29 pm IST

  • શેરબજારમાં પ્રારંભે થોડો કડાકો બોલ્યો : સેન્સેકસમાં ૮૦.૧૨ અંકનો ઘટાડોઃ ૪૧,૮૭૨.૫૧ ખુલ્યું: નિફટીઃ ૧૨.૯૦ અંકનો ઘટાડો ૧૨,૩૪૯.૪૦ access_time 1:01 pm IST

  • અમદાવાદમાં ૪ શખ્સો પિસ્તોલ સાથે ઝડપાયા : અમદાવાદ ક્રાઇમબ્રાંચનું સફળ ઓપરેશનઃ ગુજસીટોક કાયદા હેઠળ પ્રથમ કેસ નોંધાયોઃ મેઘાણીનગર વિસ્તારમાંથી ચાર શખ્શો ઝડપાયાઃ કુખ્યાત વિશાલ ગોસ્વામી ગેંગના સાગરીતો પર સંકજો access_time 4:07 pm IST