Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

જૂનાગઢમાં સાધુ સંતોને ગાંજો વેચવા આવેલા બે શખ્સોને એસઓજીએ દબોચ્યા

જોડીયા તા.૧૩ : જોડીયા તાલુકાના પ્રમુખ એસ.વી.છત્રોલાએ જણાવેલ કે જોડીયા ગામના ભુગર્ભ ગટર યોજના સરકારશ્રી દ્વારા બનાવવામાં આવી. ત્યારથી આજદિન સુધીમાં આ ગટર યોજનાના પાણી ગામની મોટાભાગની શેરીઓમાં છલકાઇ છે.

ત્રણ ગામને જોડતો માર્ગ (જોડીયા બાદનપર કુનડ)ના લોકો જયારે જોડીયા ગામમાં ખરીદી કરવા ગયા ત્યારે ચારધામથી આગળના ભાગમાં આવેલ જોડીયા નવી ગ્રામપંચાયત પાસેના ભાગમાં બારેમાસ ગટરના પાણી ફરતા હોય છે જેથી લોકો ત્યાથી ચાલેને મોટર સાયકલ લઇ પણ પસાર ન થઇ શકે તેવી પરિસ્થિતિ ઉભી થાય છે. ગામના તમામ લોકો આ ગટર ઉભરાવવાને કારણે હેરાન પરેશાન છે.

આ બાબતે સરકારશ્રીમાં આ પ્રશ્નનો કાયમી નિરાકરણ માટે લેખીત અને મૌખીક રજૂઆત કરાઇ છે. છતા જિ.પં. જામનગરનું સંચાઇનું તંત્ર ઉંઘમાં હોય તેવુ લાગે છે. આ સમસ્યાનું મુળ કારણ સરકારની ઢીલી નીતી અને તેમના અધિકારીઓની બેજવાબદારી છે.

આ પ્રશ્નો અંગે કાયમી નિરાકરણ નહિ આવે તો સમગ્ર ગ્રામજનો સાથે લઇને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પ્રમુખશ્રી દ્વારા ચિમકી ઉચ્ચારી છે.

(12:54 pm IST)