Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

હળવદની અનુ.જાતિની દિકરીની હત્યા પ્રશ્ને મામલતદારને આવેદન

 હળવદ તા.૧૩ : ગત તૉં૧/૧/૨૦૨૦ ના રોજ અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના સાયરા ગામ મા અનુસુચિત જાતિ ની દિકરી ને સરા જાહેરમા નરાધમો એ અપહરણ કરી ચાર થી પાંચ દિવસ ગૌંધી રાખીને અમાનુષી અત્યાચાર તથા સામુહિક બળાત્કાર કરી સરકારના બેટી બચાવો બેટી પઢાવોના દાવા ને પોકળ સાબિત કરી દિધા છે.

આવેદનપત્ર માં જણાવ્યા મુજબ પોલીસ તંત્ર દ્વારા દિકરી ના માતા પિતા જયારે દિકરી ના અપહરણ ની ફરિયાદ કરવા ગયા ત્યારે FIR પણ નોંધવામા ન આવી અને પોલીસ તંત્ર ની ઢીલીનિતિ અને પક્ષપાતી વલણ ના કારણે અનુ. જાતિ ની માસુમ દિકરી ની હત્યા કરી તા ૫/૧/૨૦૨૦ના રોજ સાયરા ગામ થી અમરાપર જવાના રોડ પર આવેલ વડલા પર લટકાવી દેવામા આવી.

આ દેશમાં અવારનવાર આવી જધન્ય ઘટનાઓ બની રહી છે છતા આ સરકાર ના પેટનુ પાણી હલતુ નથી આથી અનુસૂચિત જાતિની માંગણી છેકે જો આ સરકાર સ્ત્રીઓ દલીતો પિડીતો શોષિતો ની રક્ષક હોય તો આવા નરાધમો પર કડક મા કડક પગલા લે અને જે ન્યાય નિર્ભયા તેમજ ડો. પ્રિયંકા રેડ્ડી ના ગુનેગારો ને મળ્યો હતો તેવો જ ન્યાય આ અનુ. જાતિ ની દિકરી ને આપી આ સરકાર જાતિવાદી વલણ ધરાવતી નથી તેવુ સાબિત કરે તથા જે પોલીસ તંત્ર ના જવાબદાર અધિકારી એ આ બનાવ મા ઢીલીનિતિ રાખી પોતાની ફરજ ચૂક કરી છે તેમને તાત્કાલિક ફરજ પર થી બરતરફ કરે તેવીમાંગ કરાઈ છે.

(12:17 pm IST)