Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

ભાગવત ગીતાને અનુસરવા યુવાનોને આહવાન કરતા ડો.વિવેક બિન્દુ

દ્વારકાના જગત મંદિરે દર્શન કરતા મોટીવેશલ સ્પીકર

દ્વારકા તા.૧૩ : મોટીવેશનલ સ્પીકર ડો.વિવેક બિન્દૂએ જગત મંદિરે દર્શન કરીને ધન્ય બન્યા હતા. તેમણે યુવાનોને ભાગવત ગીતાને અનુસરવા આહવાન કર્યુ હતુ.

તેમણે સવારે ભાગવત દ્વારકાધીશજીના દર્શન કરી ભગવાનની ચરણપાદુકાનુ પૂજન કર્યુ હતુ. હોટલ એશો.ના સેક્રેટરી રવિભાઇ બારાઇએ બિન્દુનુ સ્વાગત સન્માન કર્યુ હતુ. ડો.વિવેક બિન્દ્ૂએ જણાવ્યુ હતુ કે ભારતના પશ્ચિમ કિનારે આવેલ અરબી સમુદ્ર અને પવિત્ર ગોમતી નદીનો અદભૂત સંગમ છે. દ્વારકા એક આધ્યાત્મિક સ્થળ છે માટે દ્વારકા આવવા માટે તેમણે દરેક ભારતીયોને અપીલ કરી હતી સમય કાઢી દવારકા આવો તેવો ભાર મૂકયો હતો. દ્વારકા એક આધ્યાત્મિક સ્થળ છે જયા દરેક ધર્મપ્રેમીને શાંતિ મળે છે.

(12:17 pm IST)