Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

ઠેબચડામાં એસીપી ક્રાઇમ ટીમનો દરોડોઃ ખીમા કોળીને ૨.૭ લાખના દારૂ સાથે પકડી લેવાયો

કાલાવડ રોડ આંબેડકરનગરમાંથી તાલુકા પોલીસે ૬૪ બોટલ કબ્જે કરીઃ સચીન ચોૈહાણની શોધ :એસઓજીના વિજેન્દ્રસિંહ ઝાલા, ફિરોઝભાઇ અને જીતુભાની બાતમી

રાજકોટ તા. ૧૩: દારૂના ધંધાર્થીઓ પર પોલીસે ધોંસ યથાવત રાખી છે. ઠેબચડા ગામમાં એસીપી ક્રાઇમની ટીમે દરોડો પાડી રૂ. ૨,૦૭,૬૦૦ના વિદેશી દારૂના જથ્થા સાથે કોળી શખ્સને પકડી લીધો હતો. જ્યારે તાલુકા પોલીસે આંબેડકરનગરમાંથી ૬૪ બોટલ કબ્જે કરી હતી. આરોપીનું નામ ખુલતાં શોધખોળ થઇ રહી છે.

ઠેબચડામાં સીમમાં વાડી ધરાવતાં ખીમા નાથાભાઇ વાઢેર (કોળી) (ઉ.૩૮)ની વાડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતર્યા હોવાની બાતમી એસઓજીના કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, ફિરોઝભાઇ રાઠોડ અને જીતુભા ઝાલાને મળતાં એસીપી ક્રાઇમ જયદિપસિંહ એચ. સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. અંસારી, હેડકોન્સ. ભુપતભાઇ રબારી, સુધીરસિંહ જાડેજા સહિતની ટીમે દરોડો પાડતાં રૂ. ૨,૦૭,૬૦૦નો ૫૬૪ બોટલ દારૂ મળી આવતાં કબ્જે કરી ખીમા કોળીને સકંજામાં લીધો હતો. તે આ દારૂ કયાંથી લાવ્યો અને કોને આપવાનો હતો? તે અંગે વિશેષ તપાસ થઇ રહી છે.

બીજા દરોડામાં તાલુકા પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, હેડકોન્સ. કલ્પેશભાઇ કુવાડીયા, કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા, ભગીરથસિંહ ઝાલા, ચંદ્રરાજસિંહ રાણા, રાજવિરસિંહ જાડેજા, વિક્રમભાઇ લોખીલ, ઉમેશ ચાવડા, અરજણ ઓડેદરા, દિવ્યરાજસિંહ ઝાલા, મહેશ સેગલીયા, દિપલબેન ચોૈહાણ સહિતે પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળતાં કાલાવડ રોડ આંબેડકરનગર પાસે મકાનમાં ચંદ્રરાજસિંહ અને રાજવીરસિંહની બાતમી પરથી દરોડો પાડતાં રૂ. ૨૬ હજારનો ૬૪ બોટલ દારૂ મળતાં કબ્જે કર્યો હતો. આરોપી સચીન અશોકભાઇ ચોૈહાણ હાજર ન હોઇ તેની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. સચીને આ મકાન ભાડે રાખ્યું છે અને તે હાલમાં આશાપુરાનગર-૧માં રહેતો હોવાની પોલીસને માહિતી મળી હતી.

(12:12 pm IST)