Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

સોમનાથમાં કૈલાસ કુંભ સંપન્નઃભારતભરના કૈલાસ યાત્રીઓ એકઠા થયાઃ અનુરાધા પૌંડવાલનું સન્માન

વેરાવળ - પ્રભાસ-પાટણ તા. ૧૩ :..  વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે યજ્ઞશ્રી  અને ભારતના સુપ્રસિધ્ધ ગાયિકા અનુરાધા પૌંડવાલ દર્શને આવતાં સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ તેમનું સ્વાગત કર્યુ સોમનાથ ખાતે યોજાયેલ અખિલ ભારતીય કૈલાસ યાત્રી મહોત્સવમાં ભજન સંધ્યામાં સૂર રેલાવવા સોમનાથ આવેલ અનુરાધા પૌંડવાલ અને તેમના સુપુત્રી કવિતા પૌંડવાલનું સોમનાથ ટ્રસ્ટ અધિકારી સુરૂભા જાડેજા તથા જીતુપુરીબાપુએ સોમનાથ ટ્રસ્ટ વતી તેમનું ફુલગુલદસ્તા - શિવ આર્શીવાદ ઉપરણું અને મંદિર પ્રસાદી - સાહિત્ય કીટ તેઓનું સન્માન કરી અર્પણ કરી સમગ્ર કાર્યક્રમમાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાની પ્રેરક ઉપસ્થિતી રહી અને સોમનાથ ટ્રસ્ટ - ટ્રસ્ટી - સચિવ પ્રવિણભાઇ લહેરીનો સહકાર મળ્યો.

પ્રથમ જયોતિર્લિંગ શ્રી સોમનાથ ભગવાનના સાંનિધ્યે બે દિવસીય કૈલાસ કુંભનું આયોજન શ્રી સોમનાથ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ મહેશ્વરી અતિથીભવન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ પુજારી શ્રી દ્વારા મંત્રોચ્ચાર સાથે પધારેલા કૈલાસ યાત્રીઓ, શ્રી સોમનાથ ટ્રસ્ટના જી. એમ. શ્રી કેમ્પમાં આવેલા આદિત્ય બિરલા હોસ્પીટલના એડમીનીસ્ટ્રેટર, ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટીના સભ્યો, ભાવનગર બ્લડ ડોનેશન ટીમમાં પધારેલા મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય બાદ કરવામાં આવેલ. સાથે ત્રિવેણી  સંગમ ખાતે કૈલાસ માનસરોવરના યાત્રીકોએ શિવપૂજન કરી ત્રિવેણી સંગમની સમુહ (મહાઆરતી) કરવામાં આવેલ હતી. મેરામણ ગઢવી તથા વૃંદ તેમજ અનુરાધા પૌંડવાલ દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ. લોકડાયરામાં ઉપસ્થિત સર્વે શિવમય બન્યા હતાં. લીલાવતી અતિથીભવનથી શ્રી સોમનાથ મંદિર સુધી ધ્વજાજીની શોભાયાત્રામાં સૌ કૈલાસ યાત્રીઓ ઓમ નમઃ શિવાયના નાદ સાથે ધ્વજાજી લઇ પધાર્યા હતાં. સમુહ ધ્વજા પુજા તેમજ ધ્વજાજી લઇ મંદિરની પ્રદક્ષિણા કરી  હતી તેમજ કૈલાસથી લીધેલ માનસરોવરના પવિત્ર જળનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. સૌ કલાસ યાત્રીઓએ શ્રી સોમનાથના ઇતિહાસને ઓઝાગર કરતો લેસર શો તથા જય સોમનાથની ડોકયુમેન્ટરી દેખાડવામાં આવી હતી.

(12:11 pm IST)
  • પ્રકાશ જાવડેકરે આપ્યો નારો : દેશ બદલ્યો છે હવે દિલ્હી બદલો : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં દિલ્હી પ્રદેશ ભાજપ કાર્યાલયે આમ આદમી પાર્ટીના ડઝનો કાર્યકરો ભાજપમાં જોડાયા : ભાજપનો કેસરિયો ખેસ પહેરીને પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું access_time 12:37 am IST

  • કેરલમાંથી બે ત્રાસવાદી ઝડપાયાઃ કર્ણાટકના ગૃહમંત્રી બાસવરાજા બોમાઈએ જાહેર કર્યું છે કે કેરળમાં થી ૨ શંકાસ્પદ ત્રાસવાદીઓ ઝડપાયા છે. તેમણે કહ્યું કે આ બંનેને ઉડુપી રેલવે સ્ટેશન થી પકડી લેવામાં આવ્યા છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 11:51 am IST

  • દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટી તમામ 70 બેઠકો પર ચૂંટણી લડશે access_time 8:53 pm IST