Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

જામકંડોરણા તાલુકાકક્ષાની પશુપાલન શિબિર

ધોરાજી : જામકંડોરણા તાલુકાના ધોળીધારમાં પશુપાલન ખાતા અને રાજકોટ જિ.પં. પશુપાલન શાખા દ્વારા તાલુકાકક્ષાની માહિતી પશુપાલનની શિબિરનુ આયોજન રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ હતી.શિબિરમાં રાજકોટ જી.પં. સદસ્ય મનોજભાઇ બાલઘા તેમજ સરપંચ સુરેશભાઇ રાણપરીયા અને ધોળીધાર સહકારી મંડળીના પ્રમુખ પણ હાજર રહ્યા હતા. તજજ્ઞ તરીકે રાજકોટ ઘનિષ્ટ પશુસુધારણા યોજનાના મદદનીશ પશુપાલન નિયામક ડો.જી.જી.ગોવાણી, ડો.જે.એમ.ઠુંમર (પશુ ચિકિત્સક અધિકારી ધોરાજી  તાલુકા) તથા ડો.અર્જુન કાસોદ્રા (પશુ ચિકિત્સક અધિકારી ઉપલેટા) તથા ડો.ડી.જે.વાટલીયા (પશુ ચિકિત્સક અધિકારી જામકંડોરણા) એ મહિલા પશુપાલકોને આદર્શ પશુપાલન તથા પશુઓમાં થતા રોગ અને તેમના રસીકરણ અને વૈજ્ઞાનિકઢબે પશુપાલનનુ માર્ગદર્શન આપ્યુ હતુ. ગોવિંદભાઇ રાણપરીયાએ મહિલા શિબિરાર્થીઓને પશુપાલનથી બહોળો લાભ થાય તે માટેની માહિતી આપી હતી અને પશુપાલનમાં મહિલાઓને માહિતગાર કર્યા હતા. શિબિર યોજાઇ તે તસ્વીર.

(12:09 pm IST)