Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

કુવાડવામાં ભંગારના ડેલાની દિવાલ કુદી લોખંડના ૫૦ પાઇપની ચોરી

રાજકોટ તા. ૧૩: કુવાડવા ગામમાં શકિત હોટેલ પાસે આવેલા ભંગારના ડેલામાંથી રૂ. ૨૫૦૦ના લોખંડના ૫૦ નંગ પાઇપ ચોરાઇ ગયા હતાં. આ બનાવ તા. ૩/૧ના રોજ બન્યો હતો. આ મામલે કુવાડવા પોલીસે ડેલાના માલિક પડધરી રહેતાં વિજય કાંતિભાઇ સોલંકી (ઉ.૩૫)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધ્યો છે. ડી. સ્ટાફના હેડકોન્સ. બી. ટી. ભરવાડે તપાસ હાથ ધરી છે.

(12:07 pm IST)