Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

ભાવનગરમાં માળનાથ ગ્રુપની ચાઇના દોરાની હોળી અને બહિષ્કાર તથા તુક્કલ, ગુબારા, રાત્રી ફટાકડા સ્વેચ્છાએ ત્યાગ કરવા અપીલઃ દોરાઓ તથા દોરાની ઘુંચો એકઠી કરી તેને બાળવા અનુરોધ

ભાવનગર, તા., ૧૩: ભાવનગરના માળનાથ ગ્રુપના આયોજનથી ભાવનગર શહેરનાં જુદા જુદા વિસ્તારોમાંથી ઉતરાયણ તથા પછીના દિવસ ગઇ સાલ ર૦૧૯માં ર૦ કિલોથી વધુ દોરાઓ એકઠા કરી તેની હોળી કરી હતી અને રાત્રીના ગુબારા, તુકકલ તથા રાત્રી ફટાકડાઓથી પક્ષીઓ કે જે દેશ-વિદેશથી પણ આવેલ છે અને આરામ ફરમાવતા હોય ત્યારે અકસ્માતથી ખુબ પક્ષીઓની જાનહાની થતી હોય માળનાથ ગ્રુપ લોકોને આ દરેક વસ્તુઓનો સ્વેચ્છાએ ત્યાગ કરવા અનુરોધ કરેલ છે તથા જયારે તમો બહાર નીકળો ત્યારે ગળામાં મફલર તથા બહેનો દુપટ્ટાઓથી પોતાના ગળાનું રક્ષણ કરવા અનુરોધ કરે છે. તથા બાળકો અગાશી ઉપર કપાઇ આવતા પતંગ લેવા માટે દોડાદોડી કરતા હોય તેમનું પણ માતા-પિતા ધ્યાન રાખે તે ખાસ અનુરોધ માળનાથ ગ્રુપ કરે છે. આમ વર્ષોથી આ ગ્રુપ પક્ષીઓનાં રક્ષણ માટે કાર્ય કરી રહયું છે. આવો આપણે સર્વે ભેગા મળી આ કાર્ય કરીએ. હજુ ઠેકઠેકાણે અગાશી ઉપર, ઝાડ ઉપર જયાં તમો જુવો ત્યાં આ દોરાઓનો નિકાલ કે નાશ કરી એક ઉમદા નાગરીક તરીકે સેવા કરો. આવા ભગીરથ કાર્યમાં આ વખતે ઘણા લોકોનો સહયોગ મળ્યો છે તથા માળનાથ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ દોરા ભેગા કરવાનું ભગીરથ કાર્ય શરૂ જ છે. જેમાં માળનાથ ગ્રુપનાં રાજુભાઇ ચૌહાણ, હરીભાઇ શાહએ ભાગ લીધેલ હતો.

(12:07 pm IST)