Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

ઢેબર ગામે વારસદારો સાથે ઠગાઇ

તલાટી મંત્રીના સહી-સીક્કાનો દુરુપયોગ કરી : ભાણવડ પોલીસ સ્ટેશનમાં સરપંચ સહિત ચાર સામે અરજી

ભાણવડ તા.૧૩: તાલુકાના ઢેબર ગામે વારસાઈ નોંધ રદ કરાવવા માટે તલાટી મંત્રીની કથીત ખોટી સહી-સીકકા મારી ખોટ દસ્તાવેજો બનાવી કોર્ટમાં ખર। તરીકે રજુ કરી ઠગાઈ કરવા સબબ સરપંચ સહિત ચાર ઈસમો સામે ભાણવડ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધવા અરજી કરવામાં આવી છે.

અરજદાર આમંદભાઈ મુસાભાઈ હિંગોરાએ ભાણવડ પોલીસ સ્ટેશનમાં કરેલ અરજી મુજબ બાવાભાઈ નુરમાંમદભાઈ હિંગોરા,જૂુમાભાઈ નુરમામંદભાઈ હિંગોરા,બીબીબેન આદમ હિંગોરા તેમજ ઢેબર સરપંચ વિરૂઘ્ધ ઠગાઈની અરજી કરેલ છે જેમાં જણાવ્યા મુજબ ઢેબરમાં આવેલ ખાતા નં. ૧૪૪,રે.સર્વે નં.૨૩૪ ક્ષેત્રફળ હે.આ.ચો.્ન-૧૩-૫ર તથા રે સર્વે.નં.૩૪૪ હે.આ.ચો.૦-૩૭-૪૪ વાળી ખેતીની જમીન કે જે આદમ નુરમાંમદ વગેરે વાળી આવેલ છે જે પૈકી સારાબેન (સસારબાઈ) નુરમામંદ ે મુસા હિંગોરા અરજદારના માત। થાય છે તેઓનું અવસાન થતાં રેવન્યુ ઓફિસમાં હકકપત્રકમાં વારસાઈ નોંધ ન. ૨૯૨થી અરજદાર સહિતના નામ દાખલ થયેલ જેની સામે બાવા નુરમામંદ હિંગોરા સહિતનાઓએ પંત અધિકારી જામ ખંભાળીયા સમક્ષ અપીલ દાખલ કરેલ જે અપીલ કોર્ટમાં હકપ અપીલ ૬૬/૧૮-૧૯ થી ચાલી જતા ગત ૨૨/૧૦/૨૦૧૯ ના રોજ અપીલને અંશતઃ મંજૂર કરતો હુકમ કરવામાં આવેલ જે હુકમ અરજદાર સહિતનાઓએ જોતા   કોર્ટે જેના અધારે અપીલ અંશતઃ મજુરનો હુકમ કરેલ હતો તે તલાટી કમ મંત્રીના દાખલાની વિગત કરવામાં આવેલ હતો દાખલા મુજબ નુરમામંદ ઈબ્રાહિમ હિંગોરાની પુત્રી સારાબેન નુરમામંદ હિંગોરા જન્મજાત અપંગ અને અવિવાહિત અવસ્થામાં જ ઈ.સ.૧૯૯૨ માં અવસાન પામેલ છે જેને પગલે કોર્ટે એવું તારણ કાઢેલ કે,આ વારસાઈ નોંધ ભળતા નામનો લાભ લ ઈ મંજુર થઈ હોય વારસાઈ નોંધ રદ કરવાનો કોર્ટ હુકમ કરેલ ત્યારે આ દાખલા અંગે અરજદારે પ્રાત અધિકારી પાસેથી ખરી નકલ મેળવી તલાટી કમ મંત્રીને બતાવી પુછપરછ કરતા તલાટી કમ મંત્રીએ આ દાખલો મેં કાઢી આપેલ નથી અને તેમાં રહેલી સહી પણ તેમની ન હોવાનું સ્પષ્ટ જણાવેલ.

આથી  ત્રણેય શપ્સો અને  મીલીભગતથી ખોટા દસતાવેજો બનાવી કોર્ટમાં રજીુકરી અરજદારની પાડવામાં આવેલ વારસાઈ નોંધ રદ કરાવેલ.જયારે હકીકત એ છે કે,સારાબેનના નિકાહ થયા હતા અને અરજદારના માતા થતા હોવાની ઉપરોકત શખ્સોને જાણ હોવા છતા ખોટા દસ્તાવેજો બનાવી કોર્ટમાં રજુ કરી કોર્ટને ગેરમાર્ગે દોરેલ   અને અરજદાર સહિતનાઓને નુકસાન પહોંચાડવાના અને ઠગાઈ કરવાના મનસૂબાથી  ખોટા દસ્તાવેજો તલાટી મંત્રીની ખોટી સહી તેમજ સીકકાનો દુરુપયોગ કરી પુરાવા તરીકે ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવી હતી. જેથી આ તમામ કાવતરા ખોરો સામે આઈપીસી કલમ-૧૯૨, ૧૯૩,૧૯૮, ૧૯૭,૪૮૫,૪૭૮, ૪૭૧ મુજબ ગુન્હો  નોંધી ફોજદારી ક ાર્યવાહી કરવા અરજી  કરવામાં આવેલ છે.

(12:12 pm IST)
  • કેરલમાંથી બે ત્રાસવાદી ઝડપાયાઃ કર્ણાટકના ગૃહમંત્રી બાસવરાજા બોમાઈએ જાહેર કર્યું છે કે કેરળમાં થી ૨ શંકાસ્પદ ત્રાસવાદીઓ ઝડપાયા છે. તેમણે કહ્યું કે આ બંનેને ઉડુપી રેલવે સ્ટેશન થી પકડી લેવામાં આવ્યા છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 11:51 am IST

  • સ્ટેટ બેંકે વ્યાજ દર ઘટાડ્યા : 1 થી 10 વર્ષ સુધીની એફ.ડી.ઉપર 0.15 પૈસાનો ઘટાડો : 10 જાન્યુઆરી 2020 થી અમલ access_time 12:51 pm IST

  • અમદાવાદમાં ૪ શખ્સો પિસ્તોલ સાથે ઝડપાયા : અમદાવાદ ક્રાઇમબ્રાંચનું સફળ ઓપરેશનઃ ગુજસીટોક કાયદા હેઠળ પ્રથમ કેસ નોંધાયોઃ મેઘાણીનગર વિસ્તારમાંથી ચાર શખ્શો ઝડપાયાઃ કુખ્યાત વિશાલ ગોસ્વામી ગેંગના સાગરીતો પર સંકજો access_time 4:07 pm IST