Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

પોરબંદર જિલ્લા પોલીસ સુરક્ષા સોસાયટી દ્વારા સ્વરક્ષણ માટે વર્ષમાં ૫૦૯૪ બહેનોને કરાટે તાલીમ અપાઇ

ઘરેલુ હિંસા વિરૂધ્ધ કાયદાઓની સમજણ માટે ૧૯થી વધુ સેમિનારો યોજાયા

પોરબંદર,તા.૧૩:  જીલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી વર્ષ ૨૦૧૩ થી પોરબંદર જીલ્લા માં લોકહિત કાર્યો/ જાગૃતિ કાર્યક્રમો કરી રહી છે. જે અંતર્ગત વર્ષ ૨૦૧૯ માં વિવિધ કાર્યક્રમો અને સેમીનારોનુ આયોજન કરવામાં આવેલ મહિલાઓની છેડતી/સતામણીના વધતા જતા બનાવો સામે મહિલાઓને શારિરીક સક્ષમ બનાવવા હેતુથી અંદાજીત ૫૦૯૪ જેટલી શાળા/કોલેજોની બહેનોને સ્વરક્ષણ અંગેની (કરાટે) તાલીમનુ આયોજન કરવામાં આવેલ.

મહિલાઓ ઉપર થતા દ્યરેલુહિંસા વિરૂધ્ધ ના કાયદાઓની સમજણ માટે ૧૯ થી વધુ સેમીનારોનુ આયોજન કરવામાં આવેલ જેમા ૧૨૦૦ જેટલી મહિલાઓએ ભાગ લીધેલ. તે ઉપરાંત ૧૮૧થી મદદ ૨૨૭ થી વધુ મહિલાઓને સેવા પુરી પાડવામાં આવેલ. તે ઉપરાંત મહિલાઓના આત્મવિશ્વાસ અને મનોબળમાં વધારો થાય તેવા હેતુથી નારી નિડરતા જેવા સેમીનાર આયોજન કરવામાં આવેલ. તે સાથે બાળકો માટે પણ ભવિષ્યમાં એક ઉત્ત્।મ નાગરિક બને તે હેતુ થી અભ્યાસ સાથે જીલ્લાની અંદાજીત ૨૮ શાળાઓમાં એસ.પી.સી.(સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ) યોજનાનુ અમલીકરણ કરવમાં આવેલ છે. જેમાં ૯૮૪ બાળકોને મહિનામાં ૮ દિવસની પરેડ તથા એસ.પી.સી. ના અભ્યાસક્રમની તાલીમ પુરી પડવામાં આવે છે. તે ઉપરાંત જીલ્લાના તમામ પો.સ્ટે. વિસ્તારની શાળાઓના ૨૧૪૯ થી વધુ વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન વિઝિટ કરાવી પોલીસની કામગીરીથી વાકેફ કરાવવામાં આવેલ. બાળકોમાં વધતા જતા વ્યસનના પ્રમાણને અનુલક્ષીને જીલ્લાના તમામ પો.સ્ટે. વિસ્તારની શાળાઓમાં વ્યસનમુકિત અંગેની જાગૃતિ અંગેના સેમીનારો/વ્યસન મુકતી અંગે સ્પર્ધાઓનુ આયોજન કરવામાં આવેલ જેમા ૫૬૫૭ બાળકોએ ભાગ લીધેલ.

તે ઉપરાંત ટ્રાફીક અવેરનેશ અગેની ૫૪૬૪ બાળકો/યુવાનોને તાલીમ આપવમાં આવેલ. તે સિવાય બાળ દિવસની ઉજવણી,ઙ્ગ શહિદ દિન ની ઉજવણી, (વિશ્વ યોગ દિન નિમિતે ) ૧૦ દિવસીય યોગા સેલીબ્રેશન, શાળાઓમાં વાર્ષિક સ્પર્ધાનુ આયોજન તેમજ ગુડ ટચ બેડ ટચ અંગેની જાગૃતિ અંતર્ગત સેમીનારોનુ પ્રાથમીક શાળાઓમાં આશરે ૩૪૭૦ બાળકોને ગુડ ટચ બેડ ટચ અંગેની સમજણ આપવામાં આવેલ, બાળકો માટે પ્રવાસનુ આયોજન, નશીલા દ્ર્યોનુ વ્યશન છોડાવવા અંગે સેમીનારોનુ આયોજન કરવામાં આવેલ. એ સાથે ૯૭૧ સીનીયર સીટીઝનોનીઙ્ગ પોલીસ સ્ટેશનમાં નોંધણી કરવામાં આવે છે. જીલ્લા ૨૭૪ જેટલા સીનીયર સીટીઝનો માટે ખાસ ધાર્મિક સ્થળોએ પ્રવાસનુ આયોજન કરવમાં આવે છે.

જન્માષ્ટમી ના લોકમેળા માં વૃધ્ધાશ્રમના ૬૦ વૃધ્ધો ને મેળાની મુલાકાત કરાવેલ .આ ઉપરાંત યુવા પેઢી માટે સાઇબર ક્રાઇમ/બુલીંગ તથા સોશ્યલ મીડીયા દ્વારા થતી છેતરપીંડી અંગે જાગૃતી હેતુથી કોલેજ/ઓદ્યોગિક સંસ્થાઓ તેમજ જાહેર સ્થળો પર સેમીનારોનુ આયોજન કરવામાં આવેલ.અંદાજીત ૨૦૦૦ જેટલા પોલીસ મિત્રોની પસંદગી કરી તેમને શારિરીક તાલીમ તથા કાયદાઓની તાલીમ આપી, તાલીમ પુર્ણ કરેલ પોલીસ મિત્રોને પ્રમાણપત્ર આપી તેમના ઉત્સાહ મા વધારો કરવામાં આવેલ. યુવાવર્ગ વિદેશમાં જઇને રૂપિયા કમાવવાની લાલશામાં બોગસ વિઝા અને પાસપોર્ટ એજન્ટો દ્વારા થતી છેતરપીંડી નો ભોગ બનતા હોય છે. જેથી બોગસ વિઝા અને પાસપોર્ટ એજન્ટો દ્વારા તથી છેતરપીંડી અંગે જાગૃતિ બાબત ૧૫ સેમીનારોનુ આયોજન કરવામા આવેલ.

તમામ વયજુથ માટે શ્રી રામ સી સ્વીમીંગ કલબ તથા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત હાફ મેરેથોન દોડનુ આયોજન કરેલ. જેમા ૨૨૫૦ લોકો એ ભાગ લીધેલ. તેમજ પોરબંદર જીલ્લાના બહોળા દરીયાઇ વિસ્તારમાં માછીમારીનો વ્યવસાય કરતા માછીમારો માટે ૨૧ ફિશરમેન અવેરનેસ કાર્યક્રમો કરવામાં આવેલ..૩૩ લોકદરબારોનુ આયોજન કરી સમાજના દરેક સમુદાયના પ્રશ્નો ઉકેલવમાં મદદરૂપ થવાના પ્રયાસો કરવામાં આવે છે. તે ઉપરાંત લોકસભાની ચુટંણી અંતર્ગત મતદાર જાગૃતિ કેમ્પ અને નિદર્શન કાર્યક્રમનુ આયોજન, ગણેશ ચતુર્થી તહેવાર નિમિતે લોકો માં ઇકો ફ્રેન્ડલી ગણપતિ ની મુર્તિનો ઉપયોગ કરે તે અંગેની જાગૃતિ તેમજ નવરાત્રી તહેવાર નિમિતે મહિલાઓએ રાખવા અંગેની સાવચેતીઓ તેમજ તેમની સુરક્ષા અંગે પોરબંદર પોલીસ દ્વારા તત્પર રહેલ છે.

(12:06 pm IST)