Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

ભાવનગરમાં છરીના ઘા ઝીંકી પ્રવિણ ચુડાસમાની હત્યા

જીગર બાંભણીયા અને કિશન મકવાણાએ રસ્તા વચ્ચે આંતરીને મોતને ઘાટ ઉતારી નાશી છૂટયા

ભાવનગર, તા. ૧૩ : ભાવનગર શહેરમાં છરીના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા કરી બે આરોપી નાસી છૂટયા હતાં.

ખૂનના આ બનાવની વિગતો એવી છે કે શહેરના કરચલીયાપરા પ્રેસ રોડ વિસ્તારમાં રહેતા પ્રવિણભાઇ ઉર્ફે પોલો છગનભાઇ ચુડાસમા ઉ.વ.૩પ તેના બાઇક ઉપર પ્રેસ રોડ ઉપરથી પસાર થતો હતો ત્યારે જુની અદાવતની તક રાખી આજ વિસ્તારમાં રહેતા જીગર ઉર્ફે જગામામા ધીરૂભાઇ બાંભણીયા તથા કિશન ભરતભાઇ મકવાણા નામના શખ્સએ તેને રસ્તા વચ્ચે આંતરી ઉભો રાખી છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી નાસી છૂટયા હતા.

ઇજાગ્રસ્ત પ્રવિણભાઇને લોહીયાળ હાલતે સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડાયેલ જયાં તેનું મોત નિપજયું હતું. બનાવની જાણ થતાં સી-ડીવીઝન પોલીસનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો.

બનાવ અંગે મૃતક પ્રવિણભાઇના ભાઇ દિનેશભાઇ છગનભાઇ ચુડાસમાએ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. બનાવની તપાસ પી.આઇ. કે.જે. રાણા ચલાવી રહ્યા છે.

(11:29 am IST)
  • અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના છાત્રાલયો માં પ્રવેશ કરવા માટે યુપી પોલીસ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા નું નક્કી કર્યું છે. પોલીસે યુનિવર્સિટીમાં પ્રવેશ કરીને તેમને અપાયેલા આદેશનું ઉલ્લંઘન કર્યું છે : અલીગઢ મુસ્લિમ યુનિ.ના વા.ચાન્સેલરની જાહેરાત access_time 10:12 pm IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારમાંથી અને મનીષ સીસોદીયા પ્રતાપગંજ બેઠક પરથી ચૂંટણી લડશે : આપની જાહેરાત access_time 9:00 pm IST

  • માઇકલ દેબબ્રત પાત્રા રિઝર્વ બેન્કના નવા ડેપ્યુટી ગવર્નર : પાત્રા ફુગાવા અને ઘટતા જીડીપી ગ્રોથ વચ્ચે મોનેટરી પોલીસી વિભાગ સંભાળશે access_time 4:08 pm IST