Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

પોરબંદર તથા ઘેડ પંથકમાં સવારે કમોસમી માવઠા

ઘેડ પંથકના બળેજ ગોસા નવાગામ એરડાં દેરોદર મીત્રાળા તથા કોસ્ટલ હાઇવે ઉપર માવઠાઃ ગઇકાલ સાંજથી વાતાવરણમાં પલટાથી ખેડુતો મુંઝવણમાં

પોરબંદર, ગોસા (ઘેડ) તા. ૧૩: પોરબંદર તથા ઘેડ પંથકમાં ગઇકાલ સાંજથી વાતાવરણમાં પલટો આવેલ અને વહેલી સવારે કમોસમી માવઠાં વરસી થયેલ હતા.

પોરબંદરમાં વહેલી સવારે ૫-૩૦ વાગ્યે કમોસમી માવઠુ વરસી ગયેલ ઘેડ પંથકમાં માધવપુર નજીક બળેજ   ગોસા નવાગામ એરડાંમાં તેમજ કોસ્ટલ હાઇવે ઉપર માવઠા વરસી ગયેલ હતા. ગઇકાલ સાંજથી વાતાવરણમાં પલટો આવતા ખેડુતો મુંઝવણમાં મુકાયેલ છે.

પોરબંદર જિલ્લામાં સવારે થી ધૂપ છાંવ વાતાવરણ રહેલ છે. પોરબંદર એરપોર્ટ હવામાન કચેરી મુજબ વરસાદ ૦,૪મીમી નોંધાયો છે. ગુરૂતમ ઉષ્ણતાપમાન ૨૯.૨ લઘુતમ ઉષ્ણતાપમાન ૧૮.૯  ભેજ ૯૩ ટકા તથા હવાનુ દબાણ ૧૦૧૩ એચ.પી.એ રહ્યુ .

(11:08 am IST)