Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

માળિયાના વર્ષામેડી પાસેથી પસાર થતા ટ્રકમાં અચાનક આગ : નીરણનો જથ્થો બળીને ખાખ

સમયસુચકતા વાપરીને ટ્રક ચાલક નીચે ઉતરી જતા કોઈ જાનહાની થઇ નથી

માળિયાના વર્ષામેડી પાસેથી પસાર થતા ટ્રકમાં ઓચિંતી આગ ભભૂકી હતી ટ્રકમાં નીરણ ભરેલું હોય જેમાં આગ લાગતા નીરણનો જથ્થો બળીને ખાખ થયો હતો જોકે સમયસુચકતા વાપરીને ટ્રક ચાલક નીચે ઉતરી જતા કોઈ જાનહાની થઇ નથી પરંતુ ટ્રકમાં રહેલ જથ્થો બળી ગયો હતો

ટ્રકમાં આગ લગતા નજીકના ગ્રામજનો દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવા ગ્રામજનોએ સહયોગ પૂરો પાડ્યો હતો જોકે ટ્રકમાં આગ કેવી રીતે લાગી તે સ્પષ્ટ બન્યું નથી ટ્રક વીજતારને અડી જતા આગ લાગી હતી કે અન્ય કારણોસર તે જાણી સકાયું નથી

(11:40 pm IST)