Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

અમેરીકન ડોલર સસ્તા ભાવે આપવાની લાલચ આપી ઠગાઇ કરતી ગેંગના બે સાગરીતોને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ

અમેરિકન ડોલર,રોકડ રકમ અને મોબાઈલ સહિતનો મુદામાલ કબ્જે

ભાવનગર :સસ્તા ભાવે અમેરિકન ડોલર આપવાની લાલચ આપીને ઠગાઈ કરતી ગેંગના બે સાગરીતોને ભાવનગર એસઓજી પોલીસે ઝડપી લઇને અમેરિકન ડોલર,રોકડ રકમ અને મોબાઇલ સહિતનો મુદામાલ કબ્જે કરીને ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે

 આ અંગેની વિગત મુજબ તારીખ ૧૩ જાન્યુઆરીએ અમદાવાદના રહેવાસી બળદેવભાઇ મહેરીયાએ શિહોર પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી કે અગાઉ પોતાને સસ્તા ભાવે ડોલર આપવાની લાલચ એક ગેંગ દ્રારા આપવામાં આવેલ હતી અને પૈસાની લાલચમાં પોતે અમેરીકન ડોલર લેવા તૈયાર થયેલ અને ગઇ તારીખ ૩૦/૧૧/૨૦૧૮ ના રોજ આ ગેંગના સાગરીતો દ્રારા ફરિયાદીને શિહોર ખાતે બોલાવેલ અને ૨૦૦૦૦ અમેરીકન ડોલર રૂપિયા સાત લાખમાં આપવાની લાલચ આપતા ફરિયાદી શિહોર ખાતે આવતા આ ગેંગના ચાર સાગરીતોએ ફરિયાદીને અમેરીકન ડોલરના બંડલ બતાવી સામે રૂપિયા સાત લાખ લઇ લીધેલા અને બદલામાં ડોલર આપેલ નહી અને ત્યાથી નાશી છુટેલા હતા.

 આ મોડલ ઓપરેન્ડીથી લોકો સાથે ઠગાઇ કરતી ગેંગ ભાવનગર જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી સક્રિય હોય જે ગેંગમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા પોલીસ અધિક્ષક પી.એલ.માલએ પોલીસ અધિકારીઓને સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.મિશ્રાના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ હેડ કોન્સ. બલવિરસિંહ જાડેજા તથા જીતેન્દ્રસિંહ જાડેજાને મળેલ સંયુક્ત બાતમી આધારે આ ગુન્હામાં સંડોવાયેલ ચાર આરોપીઓ પૈકી આરોપીઓ  તાલેશ્ર્વર યાદવ S/O શ્રી ફાગુ યાદવ લટન ગોપ યાદવ (ઉ.વ.૩૨ ) ( રહેવાસી મુળ ગામ કોલ્હૈયા થાના રાજપુર ડિસ્ટ. ચતરા રાજ્ય ઝારખંડ હાલ શિહોર નવાગામ રોડ, બાલાજીનગર, રેલ્વે ફાટક પાસે ઘનાભાઇ રાજપુતના મકાનમાં જીલ્લો ભાવનગર )  મુકેશભાઇ હિરાભાઇ તળપદા ( ઉ.વ. ૩૫ ) ( રહેવાસી ગામ-ચલાલી વગડે શક્તિનગર વિસ્તાર, તા. નડીયાદ જી. ખેડા ) ને ૩૮૩ અમેરીકન ડોલર તથા રોકડ રૂપિયા ૪૬૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૫૦૦ ના મુદ્દામાલ સાથે શિહોર દાદાની વાવ પાસેથી ઝડપી પાડવામાં આવેલ છે.
   ભાવનગર એસ.ઓ.જી. પોલીસને શિહોરમાં અમેરીકન ડોલર સસ્તા ભાવે આપવાની લાલચ આપી લોકો સાથે ઠગાઇ કરતી ગેંગના બે સાગરીતોને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. આ ગેંગ મોટા ભાગે બહારના જીલ્લાના માણસોને ટારગેટ બનાવતી હોય છે લોકોને અપીલ કરવામાં આવે છે કે આવા લોકોથી સાવચેત રહેવુ અને જો કોઇ આવી ગેંગનો શિકાર બનેલ હોય તો ભાવનગર પોલીસનો સંપર્ક કરવો 

આ કામગીરી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ બલવિરસિંહ જાડેજા તથા જીતેન્દ્રસિંહ જાડેજા તથા હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. નીતીનભાઇ ખટાણા તથા સોહિલભાઇ ચોકીયા તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા બાવકુદાન ગઢવી તથા ડ્રાઇવર મહેન્દ્રસિંહ ગોહિલ જોડાયા હતા

(10:49 pm IST)