Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

સોરઠમાં ધુમ્મસ છવાયુ-ઝાકળવર્ષાઃ સૌરાષ્ટ્રમાં ૧ર થી ૧૮ ડીગ્રી સાથે ઠંડી ઘટી

ગિરનાર પર્વત ઉપર ૭ ડીગ્રીઃ રાજકોટ-જામનગર-સુરેન્દ્રનગર-પોરબંદર-ભાવનગરમાં ૧પ થી ૧૭ ડીગ્રી, લઘુતમ તાપમાન નોંધાયુ

રાજકોટ તા. ૧પ :.. છેલ્લા અઠવાડીયામાં ઠંડીનું પ્રમાણ વધ્યા બાદ ગઇકાલથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટા પામ્યુ છે. સોરઠ એટલે કે જૂનાગઢ વિસ્તારમાં આજે સવારે ધુમ્મસ છવાયુ હતું તેમજ કેટલાક વિસ્તારોમાં ઝાકળવર્ષા થઇ હતી. જેનાં અહેવાલોનું સંકલન આ મુજબ છે.

જૂનાગઢ

આજે જૂનાગઢ સહિત સોરઠના વાતાવરણમાં ધુમ્મસનું આવરણ છવાય ગયુ હતું. ગીરનાર ખાતે ૭ ડીગ્રી ઠંડી રહી હતી.મકર સંક્રાંતી બાદ આજે સવારે જૂનાગઢનું લઘુતમ તાપમા ૧ર ડીગ્રી રહેતા લોકોએ ઠંડીથી રાહત અનુભવી હતી. જો કે ગિરનાર પર્વત ખાતે ૭ ડીગ્રી ઠંડી રહી તી.સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬ર ટકા રહ્યુ હતું

કયાં કેટલી ઠંડી

દરમિયાન રાજય સરકારાં હવામાન વિભાગમાં નોંધાયેલ ઠંડીનાં આંકડાઓ મુજબ અમદાવાદમાં ૧પ ડીગ્રી, ડીસામાં ૧૮ ડીગ્રી, સુરતમાં ૧૬ ડીગ્રી, રાજકોટમાં ૧પ ડીગ્રી, ભાવનગરમાં ૧૭ ડીગ્રી, પોરબંદરમાં ૧૬ ડીગ્રી, વેરાવળમાં ૧૮ ડીગ્રી, ઓખામાં ૧૭ ડીગ્રી, નલિયામાં ૧૩ ડીગ્રી, સુરેન્દ્રનગરમાં ૧૪ ડીગ્રી, અમરેલીમાં ૧પ ડીગ્રી, દીવમાં ૧૭ ડીગ્રી તથા ગાંધીનગરમાં ૧૯ ડીગ્રી જેટલુ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

 

(3:57 pm IST)