Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

હલેન્ડામાં કાલે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું ભવ્ય લોકાર્પણ

મહારકતદાન કેમ્પનું આયોજનઃ ખોડલધામનાં ચેરમેન નરેશભાઈ પટેલ, પાસના કન્વીનર હાર્દીક પટેલ અને અલ્પેશ કથીરિયા સહિતનાં આગેવાનોની ઉપસ્થિતિ

રાજકોટ, તા. ૧પ :  જીલ્લાનાં હલેન્ડા ગામે પટેલ યુવા ગ્રૃપ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની ''સ્ટેચ્યુ ઓફ યુનિટી'' પ્રતિમાનાં ભવ્ય લોકાર્પણ સમારોહનું આવતીકાલે તા. ૧૬ને બુધવારે આયોજન કરાયું છે. આ પ્રસંગે મહારકતદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે. આ અંગે શ્રી પટેલ યુવા ગ્રૃપની યાદીમાં જણાવાયા મુજબ હલેન્ડાનાં ગૌરક્ષાનાથ મંદિરની બાજુમાં હીરણપરા પ્લોટ ખાતે સમગ્ર હલેન્ડાના ગ્રામજનો દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાનું નિર્માણ કરાયું છે. આ પ્રતિમાનું લોકાર્પણ આવતીકાલે તા. ૧૬ને બુધવારે બપોરે ર થી ૬ દરમિયાન થનાર છે. આ પ્રસંગે શ્રી બાલાજી ટ્રસ્ટનાં સહયોગથી સવારે ૯ થી ૪ સુધી મહારકતદાન કેમ્પનું આયોજન પણ કરાયું છે. એકતાનાં આ ઉત્સવ પ્રસંગે ખોડલધામનાં ચેરમેન નરેશભાઇ પટેલ, ત્થા પાસનાં કન્વીનર હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયા સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા જયેશભાઇ રોકડ, જયદિપ વાસાણી, જનકભાઇ ધાનાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

 

(4:00 pm IST)