Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

આરોગ્ય - તબીબી સેવાર્થે ૧૦૦૦ કરોડની ફાળવણી

ગોંડલ ખાતે વિજયભાઈ રૂપાણીની કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતા પ્રાગટ્ય ઉત્સવમાં પ્રેરક ઉપસ્થિતિ

રાજકોટ તા. ૧૪મી જાન્યુઆરી, સમાજનાં છેવાડાનાં માનવીનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજય સરકાર સંકલ્પબધ્ધ રીતે આગળ વધી રહી છે અને તે માટે સરકારે અનેકવિધ સંવેદનાસભર કલ્યાણકારી નિર્ણયો લીધા છે તેમ ગોંડલ ખાતે શ્રી માંધાતા પ્રાગટય ઉત્સવ સમારોહમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રેરક ઉદબોધનમાં જણાવ્યુ હતું.

લોકોના આરોગ્ય અને તબીબી સેવા દ્વારા લોકોના હિતાર્થે રૂ. ૧૦૦૦ કરોડની ફાળવણી કરી હોવાનું રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ

આ તકે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે દેશના તમામ લોકોને પોતાનું દ્યરનું દ્યર હોય તે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે, આ સ્વપ્નને સકાર કરવા માટે કેન્દ્ર તેમજ રાજય સરકાર દ્વારા ૨૦૨૨ સુધીમાં દરેકને પોતાનું ઘર હોય તે માટે વિવિધ આવાસ યોજના અમલમાં મુકેલ છે.

રાજયમાં ૪૦૦થી વધારે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી આ સરકાર ખરા અર્થમાં આમ લોકોની સરકાર છે તેની પ્રતિતિ લોકોને થઇ રહી છે.

રાજયનાં પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યુ હતુ કે,સમાજમાં સૈા સહિયારા પુરૂષાર્થથી સમાજનો સર્વાગી વિકાસ કરવા સંકલ્પબદ્ધ થવાનું છે તે માટે શિક્ષણનો વ્યાપ વધારવાનો છે અને કુરીવાજોને કાયમી તિલાંજલી આપવાની છે આ તકે મંત્રીશ્રીએ માંધાતા પ્રાગટયની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા મહાનુભાવોનાં હસ્તે સમારોહમાં મંગલદીપ પ્રગટાવી સમારોહનું ઉદદ્યાટન કર્યુ હતું. આ તકે રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું સમાજનાં અગ્રણીઓ ધ્વારા ખુબજ અદકેરૂ સ્વાગત-સન્માન કરવામાં આવ્યુ હતુ જેમાં શ્રી ભગવદ ગો મંડળ ગ્રંથાવલી તથા મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ હતાં.

સમારોહમાં પ્રાસંગિક ઉદબોધન કરતા પુર્વ ધારાસભ્યશ્રી હિરાભાઇ સોલંકીએ જણાવ્યુ હતુ કે, સમાજએ સંગઠિત થઇને આપણે આપણો સર્વાંગી વિકાસ કરવાનો છે. પુર્વ ધારાસભ્યશ્રી જયરાજસિંહ જાડેજા, સમાજ અગ્રણીશ્રી કાળુભાઇ ડાભી, અગ્રણીશ્રી જયંતિભાઇ ઢોલ,કલાકારશ્રી કિરણકુમાર, શ્રી ખોડાભાઇ ખસીયા, શ્રી ભુપતભાઇ ડાભી વગેરેએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતાં.

ગોંડલનાં રાજમાર્ગો ઉપર કોળી સમાજનાં ઇષ્ટદેવ શ્રી માંધાતા પ્રાગટય ઉત્સવ અન્વયે વિશાળ રેલી ધામધુમ સાથે ફરી હતી.

સંગ્રામસિંહજી હાઇસ્કુલના પટાંગણ ગોંડલ ખાતે કોળી સમાજનાં ઇષ્ટદેવ શ્રી માંધાતા પ્રાગટય ઉત્સવમાં ધારાસભ્ય ગીતાબા જાડેજા, શ્રીમતી અંજલીબેન રૂપાણી, રમેશભાઇ ધડુક, ચેતનભાઇ રામાણી, કલ્યાણભાઇ જાદવ, ચંદુભાઇ ડાભી, સંતો-મહંતો જોડાયા હતા.

(3:35 pm IST)