Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

જેતપુરના પેઢલા ગામેથી બાઇક ચોરીના ગુન્હામાં બે શખ્સો પકડાયા

રાજકોટમાંથી એકટીવા, શાઇન, હોન્ડા સહીત ૪ સ્કુટર ચોરીની કબુલાતઃ તાલુકા પોલીસ દ્વારા કાર્યવાહી

નવાગઢ, તા.૧૫: રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક  બલરામ મિણા તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.ભરવાડ જેતપુર વિભાગનાઓ તરફથી ચોરી સંબંધી ગુન્હા ડીટેકટ કરવા આપેલ સુચના અન્વયે જેતપુર તાલુકાના પો.સબ.ઇન્સ. પી.જે બાંટવા સા. તથા  પોલીસ સ્ટાફ પેટ્રોલીગમાં હતાં તે દરમ્યાન એચ.સી. ભુરાભાઈ માલીવાડને મળેલ હકીકત ના આધારે પેઢલા ગામ પાસેથી કિશનભાઇ વિનુભાઈ સમેચા (ઉ.વ. ૨૦), સંજય લાખાભાઈ વાધેલા (ઉ.વ. ૧૯) રહે. બંને જેતપુર વાળાઓને રાજકોટ માલવીયા નગર પો.સ્ટે. મા ૧૬૪/૧૮ ના કામે ચોરી થયેલ  એકટીવા નં જી.જે.૩ કે.જી. ૭૧૭૯ વાડુ કબ્જે કરેલ તેમજ એકટીવા નં જી.જે.૨૭ બી.એન.૯૮૧૦ વાડુ કબ્જે કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ હતી. તેમજ બંનેએ આ સિવાય આજથી દસેક મહીના પહેલા રાજકોટ બસ સ્ટેન્ડ પાસેથી પુજારા રોડ પરથી એક એકટીવા ભકિતનગર રેલ્વે સ્ટેશન પાસેથી ભકિતનગર રેલ્વે સ્ટેશન મો.સા. ચોરી કરેલની કબુલાત આપેલ છે.

આ કામગીરીમાં પો.સ.ઇ. પી.જે.બાંટવા તથા પો.સ.ઇ. આર.એલ.ગોયલ તથા પો.હેડ.કોન્સ ભુરાભાઇ માલીવડ તથા એ.એસ.આઇ. પી.કે.શામળા પો.કોન્સ નિલેશભાઇ ડાંગર તથા પો.કોન્સ. રાજુભાઇ શામળા વિગેરે સ્ટાફના જોડાયા હતા.

(3:34 pm IST)