Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

જામજોધપુર - કામળીયા વાસ - રીંજપરમાં જુગાર રમતા ૧૩ ઝડપાયા : ૪૨ હજારનો મુદ્દામાલ જપ્ત

જામનગરમાં દારૂની બોટલ સાથે એક ઝડપાયો : પતંગની લૂંટ બાબતે મારામારી : ફરિયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૫ : જામનગર : જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ.પ્રવણભા ખીમાભાઈ વસરા એ ફરીયાદ નોંધાવી છે કે, પાંચયારી સીમ વિસ્તાર કેતનભાઈ ઘોડસરાની વાડી પાસે આવેલ વડલાવાળી વાડીમાં વિપુલ ઉર્ફે ઘોડાસરા શોહીલભાઈ જમનભાઈ પરસાણીયા, વીશાલભાઈ રમેશભાઈ જાવીયા, માધવભાઈ સુરેશભાઈ  ખાંટ, હિતેષભાઈ ગોવીદભાઈ સંતોકી, કેતનભાઈ કાંન્તીભાઈ ઘોડાસરા, રે. જામજોધપુરવાળા જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરી જુગાર રમતા રેઈડ દરમ્યાન મળી રોકડા રૂ.ર૧૭૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

કામળીયા વાસમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. જીતેન્દ્રભાઈ ભીખાભાઈ સોચા એ ફરીયાદ નોંધાવી છે કે, શંકરટેકરી કામળીયા વાસ ચોકમાં શંકરભાઈ જેવરભાઈ થડકીયા, બંસીભાઈ કાશીરામ સોલંકી, રાજુભાઈ સામતભાઈ પરમાર રે. જામનગરવાળાઓ જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત કરતા રોકડા રૂ.૧૦૭૬૦ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. નરેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, હુશેનભાઈ ખફી રે.જામનગરવાળો પોતાના કબ્જામાં ગેરકાયદેસર પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ શિલબંધ બોટલ નંગ–૧ કિંમત રૂ.પ૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મારમાર્યાની રાવ

પંચ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કારાભાઈ ભુટાભાઈ બાંભવા એ ફરીયાદ નોંધાવી છે કે, ધ્રાગડા ગામે ક્રિપાલ હિરાભાઈ બેચર, હિરાભાઈ બેચરભાઈ, જીતેન્દ્ર કરશન, નગીન કરશન, રે. ધ્રાગડા, તા.જિ. જામનગરવાળાઓ પતંગની લુંટ બાબતે માથાકુટ કરી જીતેન્દ્રભાઈ એ હાથમાં લાકડાનો ધોકો લઈ માથાકુટ કરતા ભુડા બોલી ગાળો બોલી માથાના ભાગે ધોકો રમેશને માથા ના ભાગે મારી લિધેલ તથા ગામમા આવતા સાથે મારી નાખવાની ધમકી આપેલ જેથી આ કામના ફરીયાદી કારાભાઈના નાના ભાઈ રમેશ સાથે માથાકુટ જપાજપી કરી ગાળો આપી લાકડાના ધોકા જેવી વસ્તુ માથામાં મારી ડાબા પગના સાથળમાં મુંઢ ઈજા કરી જાનથી  મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

રીંજપર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. બળભદ્રસિંહ મહીપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, રીંજપર ગામે હરદાસ જીવાભાઈ કરંગીયા, માલદે દેવાયત વસરા, મયુર ઉર્ફે ભયો બીજલભાઈ , મોહનભાઈ દેવાભાઈ ગોહીલ રે. રીંજપર, તા.લાલપુર, જિ.જામનગરવાળાઓ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી પૈસા વડે હારજીત કરી જુગાર રમતા મળી આવતા જેઓ પાસેથી રોકડા રૂ.૧૦રર૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સાડી ચુલામાં અડી જતા વૃઘ્ધાનું મોત

અહીં આશાપુરા સોસાયટીમાં રહેતા રાજેન્દ્રસિંહ રવુભા જાડેજા એ સીટી સી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, રમણીકબા રવુભા જાડેજા, ઉ.વ.પ૦, રે. અશોક સમ્રાટનગર, આશાપુરા સોસાયટી, જામનગરવાળા વહેલી સવારના મકરસંક્રાતિ હોય ઘરના સામેના ભાગે વાડામા ચુલામા ખીચડો કરતા હોય તે દરમ્યાન અકસ્માતે સાડી ચુલામાં અડી જતા આખા શરીરે દાઝી જતા મરણ ગયેલ છે.

યુવાને ટ્રેન નીચે પડતુ મુકતા મોત

અહીં નહેરૂનગરમાં રહેતા ડાયાભાઈ પરબતભાઈ રાઠોડ એ સીટી સી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, દિગ્જામ સર્કલ રેલ્વે ફાટક પાસે વિનોદભાઈ પરબતભાઈ રાઠોડ, ઉ.વ.૪પ, રે. શંકર ટેકરી, નહેરૂનગર–૧૩ એ, જામનગરવાળા ટ્રેનમાં પડતુ મુકી મરણ ગયેલ છે.

અગમ્ય કારણોસર યુવાને ગળાફાંસો ખાધો

 ધ્રોલ ગામે નગીના મસ્જીદ પાસે રહેતા રમાબેન ઈન્દુભાઈ સોલંકી એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, પિયુષભાઈ ઈન્દુભાઈ સોલંકી, ઉ.વ.રર, રે. ગાયત્રીનગર, ધ્રોલવાળા એ કોઈ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ જતા મરણ ગયેલ છે.

(3:17 pm IST)