Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ગોંડલમાં મા અમૃતમ કાર્ડ માટે માર્ગદર્શન અપાયું

ગોંડલઃ શ્રી રઘુવંશી કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ દ્વારા  ''માં અમૃતમ કાર્ડ'' માહિતી માર્ગદર્શન અંતર્ગત ગોંડલના લોહાણા જ્ઞાતિબંધુઓ માટે  કેમ્પ યોજાયેલ. જેમાં ગોંડલ લોહાણા મહાજનના પ્રમુખ દીપકભાઈ સોનપાલ, ઉપપ્રમુખ રમેશભાઈ કારીયા તથા  રઘુવંશી કોપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ ના પ્રમુખ વિક્રમભાઈ તન્ના તથા નગરપાલિકાના સદસ્ય શ્રીમતિ ક્રિષ્નાબેન તન્ના તથા એડવોકેટ રવિરાજ ઠકરારે મા અમૃતમ કાર્ડ અંગે માહિતી આપી હતી તે પ્રસંગની તસ્વીર તસ્વીર ભાવેશ ભોજાણી.(૩૦.૫)

(3:11 pm IST)