Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

સિહોરના રાજકોટ રોડ પર રામધરીના વૃદ્ધના ગળામાં પતંગની દોરી ફસાતા ઘાયલ

મકર સંક્રાતિના પાવન પર્વે લોકોએ પંતગની મજા માણી હતી તો બીજીતરફ પતંગની દોરીથી અનેક લોકો ઘાયલ થયા હતા સાથોસાથ પક્ષીઓ પણ ઘવાયા હતા

  સિહોરના રાજકોટ રોડ પર વૃદ્ધના ગળામાં દોરી ફસાઈ જતા ઘવાયા હતા. તેમને લોહીલુહાણ હાલતમાં સિહોરની હોસ્પિટલમાં ખસેડાયા હતા અને સારવાર આપવામાં આવી હતી. રેલવે ફાટક પાસેથી જતા દોરીથી ઘવાયેલા વૃદ્ધ રામધરી ગામના હોવાનું જાણવા મળ્યું હતુ.

 

(12:41 pm IST)