Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ગોંડલમાં તા.ભાજપ બક્ષીપંચ મોરચાના કાર્યાલયનો પ્રારંભઃ પાલિકાના કોંગી સભ્ય ભાજપમાં જોડાયા

ગોંડલ : આજે ગોંડલ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના કાર્યાલયનો ઉદઘાટન સમારોહ યોજાઇ ગયેલ. કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યું. બક્ષીપંચ મોરચાના કાર્યાલયના ઉદઘાટન બાદ વિશાળ રેલી નિકળી હતી. રેલી બાદ ગોંડલ માર્કેટ યાર્ડમાં સભા યોજાયેલ જેમાં ગોંડલ નગરપાલિકા વિરોધ પક્ષના એકમાત્ર કોંગ્રેસના સદસ્ય અને ૪ અન્ય પક્ષના સભ્યો સહિત અનેક લોકો ભાજપમાં જોડાયા હતાં. (તસ્વીર :- ભાવેશ ભોજાણી ગોંડલ)

 

(12:05 pm IST)