Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

મોરબીમાં કૂતરૃં આડું ઉતરતા ૨ સ્થળે બાઇક સ્લીપ થયા : કુલ ૫ ઘવાયા

મોરબી તા. ૧૫ : મોરબી પંથકમાં ઉતરાયણના પર્વના દિવસે ચાર સ્થળે અકસ્માતો સર્જાયા હતા. જેમાં કુતરૃં આડું ઉતરતા બે સ્થળે બાઈક સ્લીપ થયા હતા તે ઉપરાંત અન્ય બે અકસ્માતના બનાવો સહીત કુલ પાંચને ઈજા પહોંચી છે.

મોરબી પંથકમાં અકસ્માતોના બનાવમાં પ્રથમ બનાવમાં ભરતભાઈ સુખાભાઈ વઢુંકીયા (ઉવ૨૮) રહે પાનેલી વાળા પાનેલીથી સુંદરગઢ જતા કુતરૃં આડું ઉતરતા બાઈક સ્લીપ થતા ઈજા પહોંચી છે તે ઉપરાંત અશ્વિનભાઈ જગજીવનભાઈ પાટડિયા અને સુરેશ દિનેશભાઈ રહે મહેન્દ્રનગર રોડ વાળાનું બાઈક મકનસર નજીક સ્લીપ થતા ઈજા પહોંચી છે. જયારે વિશાલભાઈ જસાણી રહે સરા રોડ હળવદ વાળા બાઈક લઈને ભલગામડા નજીકથી જતા હોય ત્યારે કુતરૃં આડું ઉતરતા તેને ઈજા પહોંચી છે. જયારે ગ્રીન ચોક નજીક રમેશચંદ્ર મૂળશંકર પંડ્યા (ઉ.વ.૭૦) રહે મોદી શેરી વાળા બાઈક સ્લીપ થતા પડી જતા પગમાં ફેકચર જેવી ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

 

(12:01 pm IST)