Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ટંકારાના ટોળ ગામે વૃધ્ધ હાજીભાઇ ગઢવાણા પર હલણ મામલે હુમલો

પડોશી ઇમરાન, દિલાવર, ઇરફાન અને મહિલાઓએ પાવડા-કુહાડીથી ઘાયલ કર્યાઃ રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૧૫: ટંકારાના ટોળ ગામે રહેતાં અને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતાં હાજીભાઇ હસનભાઇ ગઢવાણા (ઉ.૬૫) નામના વૃધ પર ગામના જ ઇમરાન, દિલાવર, ઇરફાન અને અજાણી મહિલાઓએ કુહાડી-પાવડા અને પથ્થરથી હુમલો કરી ઇજા કરતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

હાજીભાઇ અને ઇમરાનના હલણ બાજુ બાજુમાં છે. હાજીભાઇ પોતાના હલણ પાસે કચરો ભેગો થઇ ગયો હોઇ તે દુર કરતાં હતાં ત્યારે ઇમરાન સહિતનાએ તમે કેમ અમારા હલણમાં દબાણ કરો છો? તેમ કહી ઝઘડો કરી હુમલો કર્યાનું પરિવારજનોએ કહ્યું હતું. ટંકારા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:01 pm IST)