Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ધુનડા ખાતે પૂ. હરિરામબાપાનો પ્રાગટ્યોત્સવ

 ધુનડા : જામજોધપુર નજીક આવેલ ધુનડા સત પુરણધામ આશ્રમ ખાતે તાજેતરમાં પૂ.હરીરામબાપાના પ્રાગટ્યોત્સવની પૂ.જેન્તીરામબાપાના સાનિધ્યમાં ભકિતસભર ઉજવણી કરવામાં આવી હતી એ પ્રસંગની તસ્વીરી ઝલક. સત્સંગ અને કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કરતાં પૂ. જેન્તીરામબાપા, પૂ.મુકતામા જૂનાગઢ સાથે અકિલાના પત્રકાર વિનુભાઈ જોષી અને લેસ્ટર (યુકે)ના સત્સંગીઓ નજરે પડે છે. પૂ.જેન્તીરામબાપાનું ઉષ્માભેર સામૈયુ કરી વધાવતા સેવકો તેમજ સત્સંગ સભામાં સત્સંગની ગંગા વહેડાવતા પૂ.બાપા, અંતવાણી લોક સાહિત્ય રસ પિરસતા શ્રી દેવરાજભાઈ ગઢવી અને ઉપસ્થિત સત પરિવારના સત્સંગીઓ નજરે પડે છે. (અહેવાલ - વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા - જૂનાગઢ)(૩૭.૯)

(12:00 pm IST)