Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

જામનગરમાં મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં ધારાસભ્યની ગ્રાંટમાંથી બનાવેલ સેનીટેશન બ્લોકનું લોકાર્પણ

 જામનગર : ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના યુવા સોશ્યલ ગ્રુપ જામનગર દ્વારા તાજેતરમાં મોઢ બ્રાહ્મણ જ્ઞાતિમાં બનાવેલ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાની ૧૦૦% ગ્રાંટમાંથી બનેલ સેનીટેશન બ્લોકની લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. તેમાં જામનગર તાલુકા અભ્યુદય મંડળ દ્વારા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાનુ શાલ, તલવાર, મોમેન્ટથી અદકેરૂ સ્વાગત કરાયુ હતુ. આ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને જા.તા. અભ્યુદય મંડળના પ્રમુખ પ્રવિણભાઇ ત્રિવેદી રહ્યા હતા. કાર્યક્રમમાં હિરેન ત્રિવેદી અને અભ્યુદય મંડળના પ્રમુખ પ્રવિણભાઇ ત્રિવેદીએ તલવાર આપીને ભરતભાઇ ભટ્ટએ શાલ ઓઢાડીને સ્વાગત કરેલ ત્યારે અભ્યુદય મંડળના હરેશ અને બકુલ ત્રિવેદીએ મોમેન્ટો આપીને સ્વાગત કરેલ. આ કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ હસમુખભાઇ હિંડોચા, ડે.મેયર કરશનભાઇ કરમુર, સ્ટે.કમીટીના ચેરમેન સુભાષભાઇ જોશી, શાસકપક્ષના નેતા દિવ્યેશભાઇ અકબરી, ટ્રસ્ટી રમણીકભાઇ ત્રિવેદી, મેડીકલ કોલેજના ડીન ડો.નંદીનીબેન દેસાઇ, બિનઅનામત આર્થિક અને શૈક્ષણિક વિકાસ નિગમના ડાયરેકટર અમીબેન મનીષભાઇ પરીખ, કાંતીભાઇ જોશી, રજપુત સમાજના અગ્રણી ભીખુભા વાઢેર, અનિલભાઇ વારોતરીયા, ભરતભાઇ કવાડ, જ્ઞાતિ અગ્રણીઓ પ્રકાશભાઇ ત્રિવેદી, મહેશભાઇ જાની, સી.એ.ભરતભાઇ ભટ્ટ, પ્રતિભાબેન ત્રિવેદી, રાજેશભાઇ ત્રિવેદી ઉપસ્થિત હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ બીપીનભાઇ ત્રિવેદી, મંત્રી સંદીપ ત્રિવેદી, પ્રોજેકટ ડાયરેકટર હિરેન ત્રિવેદી, અશોક ત્રિવેદી, બકુલ ત્રિવેદી, પરેશ ત્રિવેદી, હર્ષદ ત્રિવેદી, ચેતન ત્રિવેદી, હિતેશ ત્રિવેદી, પરશુરામ ત્રિવેદી, હરેશ જાની, દિપ ત્રિવેદી સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.(અહેવાલ - તસ્વીર : મુકુંદ બદિયાણી, જામનગર)

(11:59 am IST)