Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

જુનાગઢનાં ત્રણ બુટલેગરો પાસામાં ધકેલાયા

જુનાગઢ, તા., ૧૫: રેન્જના પોલીસ મહાનિરીક્ષક સાહેબ એસ.જી.ત્રિવેદી સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ સાહેબ તથા એમ.એસ.રાણા સાહેબ જુનાગઢ વિભાગ જુનાગઢનઓના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશનની બદી નેસ્તનાબુદ કરવા તેમજ કડક હાથે કામ લુવાની ઝુંબેશ અન્વયે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવી રાખવા સારૂ આવા પ્રોહીબીશનની પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા થયેલ સુચના મુજબ જુનાગઢ જીલ્લા પોલીસના બિલખા પોલીસ સ્ટેશના વી.યુ.સોલંકી પો.સબ. ન્સ. દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા કલેકટર શ્રી સૌરભ પારધી સાહેબ તરફ પોલીસ અધિાકશ્રી સારેભ સિંઘ મારફત મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા જિલ્લા કલેકટરશ્રી જુનાગઢ દ્વારા આવી ગે.કા. પ્રવૃતિની ગંભીરતા સમજી ત્વરીત પાસા વોરન્ટ ઇસ્યુ કરતા જુનાગઢ જિલ્લાના વધુ એક પ્રોહી. બુટલેગર (૧) સાગરગીરી રમેશગીરી અપારનાથી જાતે અતીશ બાવાજી રહે. જુનાગઢ જોષીપુરા (ર) સુરેશ ઉર્ફે જગો ભભલુભાઇ ધાધલ કાઠી દરબાર રહે. મોટી પીંડાખાઇા તા.વીસાવદર તેમજ (૩) રાજુ મનુભાઇ લાલુ કાઠી દરબાર રહે. નવાણીયા તા. વિસાવદર વાળાઓ વિરુધ્ધ તા.૧૧ જાન્યુઆરીના વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ છે.

જે પાસા વોરન્ટની ગણતરીના કલાકોમાં બિલખા પો.સ્ટે.ના સબ ઇન્સ.શ્રી વી.યુ.સોલંકી તથા પો.હેડ કો.સંજયભાઇ વાણીયા, કેતનભાઇ મકવાણા, પો.કોન્સ. સાગરભાઇ પરમાર, રાજુભાઇ પરમાર, આશીષભાઇ વડીયાતર, સંજયભાઇ જેઠવા તથા વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા પ્રોહી. બુટલેગર (૧) સાગરગીરી રમેશગીરી અપારનાથી જાતે અતીશ બાવાજી રહે. જુનાગઢ જોષીપરા (ર) સુરેશ ઉર્ફે જગો ભાભલુભાઇ ધાધલ, કાઠી દરબાર રહે. મોટી પીંડાખાઇ તા. વીસાવદર તેમજ (૩) રાજુ મનુભાઇ લાલુ, કાઠી દરબાર રહે. નવાણીયા તા. વિસાવદર વગેરેને તા.૧ર ના ધરપકડ કરી સેન્ટ્રલ જેલ અમદાવાદ સેન્ટ્રલ જેલ વડોદરા તેમજ સેન્ટ્રલ જેલ લાજપોર, સુરત ખાતે મોકલી આપવામાં આવેલ. (૪.૩)

 

(11:58 am IST)