Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

કોયલી ગામના ઉમાવંશી પરિવારોનું સ્નેહમિલનઃ ડીરેકટરોનું વિમોચન

રાજકોટઃ કોયલી ગામના રાજકોટમાં વસતા કડવા પાટીદાર પરિવારનો સ્નેહ મિલન તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ રકતદાન કેમ્પ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ ફિલ્ડ માર્શલ વાડીમાં યોજવામાં આવેલ હતો.સ્વાગત ગીતથી બાદ સ્વાગત પ્રવચન સતીષભાઇ ફળદુએ કરેલ. ત્યારબાદ સરસ્વતી પ્રાર્થના બે બહેનોએ રજુ કરેલ. દિપ પ્રાગટય અગ્રણ્ય વ્યકિતઓના હાથે કરેલ. બામાં ઉમિયાની આરતી કરવાાં આવેલ. કોયલી ગામના રાજકોટમાં વસતા પરિવારોની કુટુંબ ડીરેકટરીનુ વિમોચન હરસુખભાઇ ચાંગેલા અને અશોકભાઇ મકવાણાના હાથે કરવામાં આવેલ કુટુંબની ડીરેકટરી દરેક કુટુંબોને એક-એક ફ્રી આપવામાં આવશેલ. કાર્યક્રમમાં તેજસ્વી તરલાઓને પરિવારો તરફથી સ્કુલ બેગ અને સન્માન પ્રમાણપત્રથી  સન્માન કરેલ. સાથે વોટરબેગ દરેક વિદ્યાર્થીઓને હરસુખભાઇ મકવાણા તરફથી ભેટ આપવામાં આવેલ.પ્રાસંગીક પ્રવચન ધો.૯ ના વિદ્યાર્થી નિલય ત્રાબડિયાએ આપેલા. ચાંગેલા સુરભિબેન, દિકરી વિશે મકવાણા મનાલીબેન અને શિક્ષણ વિશે કું. પ્રગતિબેન દિનેશભાઇએ વકતવ્ય આપેલ. કોયલી ગામના ડો.વી.આર.ત્રાંબડીયાએ શિક્ષણ, વિનય, વિયેક, આરોગ્ય અને સામાજિક બાબતોમાં વિશે વકતવ્ય આપેલ. કાર્યક્રમની સાથે-સાથે રકતદાન કેમ્પ ઉમા ચેરીટેબલ પદયાત્રા સમિતિના સહયોગથી રાખવામાંં આવેલ જેમાં ર૦ ભાઇઓએ પોતાનું રકતદાન કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અશોકભાઇ મકવાણા, ભાવેશભાઇ ચાંગેલાએ જહેમ ઉઠાવેલ. જેમાં યુવાન ભાઇઓ સતીષ ફળદુ, મીરલ ચાંગેલા, નિરવ ફળદુ, જય ત્રાંબડીયા વગેરે યુવાનોએ ખંભેખંભા મિલાવી કામ કરેલ. આ તકે ઉદય ચાંગેલાએ વિડીઓ ગ્રાફી તેમજ નવીનભાઇ ફળદુ માનદ સેવા આપેલ. આભાર વિધિ પ્રિન્સ ચાંગેલાએ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ત્રાંબડિયા શાંતીભાઇએ કરેલ છ.ે કાર્યક્રમના અંતિમ ચરણમાં ભાઇ-બહેનોના સમુહરાસ લીધેલઃ ત્યારબાદ સમુહ ભોજન કરી સૌ છુટા પડયા. (૬.૧૩)

 

(11:58 am IST)