Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

લાઇનફિશિંગ ઉપર પ્રતિબંધ મુકવા બંદરોના કર્મચારી દ્વારા કલેકટરને રજુઆત

 પ્રભાસપાટણ તા.૧૨: હાલમાં કેટલાક માચ્છીમારો દ્વારા અમુક પ્રકારની જેવી કે લાઇન ફિશિંગની પધ્ધતિ દ્વારા ફિશીંગ કરવામાં આવે છે જે માચ્છીમારો અને ગુજરાતના મત્સ્યોદ્યોગને દરીયા પર્યાવરણને ખૂબજ નૂકશાન પહોચાડી રહ્યા છે આ પ્રકારની ફીશીંગ દ્વારા દરીયાય વનસ્પતી જે નાની માછલીના ખોરાકના રૂપમાં છે અને સાથે નાની માછલીઓનું પણ નિકંદન કાઢી નાખવામાં આવે છે.

આ પ્રકારની પધ્ધતિમાં ૬૦ થી ૭૦ બોટો બાજુ-બાજુમાં અર્ધગ્રામાકાર લાઇનમાં ગોઠવાઇને એકી સાથે ત્રણ થી ચાર કિલોમીટરના વિસ્તાર આવરીને એક સંહઠીક પ્રકારનું રાક્ષસી સ્વરૂપ ધારણ કરે છે આ વિસ્તારની સંપૂર્ણ નાશ થાય છે અને આ વિસ્તારને એક પ્રકારે બંજર જમીન જેવો બિન ખેડવા લાયક બનાવી દેવામાં આવે છે.

આ પ્રકારની પધ્ધતિથી ફીશીંગ ચાલુ રાખવામાં આવશે તો આખા ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટરના દરિયામાં માછલીઓ નાશ પામશે અને ટુકા સમયમાંજ દરીયાય માછલીઓ વિલુપ્ત થઇજશે જેની સિધિ અસર મત્સ્યોદ્યોગ ઉપર નિર્ભર અને માછલી ઉપર રોજીરોટી મેળવતા અસંખ્ય પરીવોર બેકાર બની જશે અને ગુજરાતનો મત્સ્યોદ્યોગ સંપૂર્ણ ભાંગી પડશે

અખિલ ગુજરાત માચ્છીમાર મહામંડળના નેજાહેઠળ મહામંડળના ઉપપ્રમુખ દિલીપભાઇ આંજણી તથા ભીડીયા, હીરાકોટ, સુત્રાપાડા, ધામરેજ, મૂળ દ્વારકા, માઢવાડ બંદરના પ્રમુખો પટેલો અને પ્રતિનિધિ મંડળ દ્વારા જીલ્લા કલેકટર અને અધિક કલેકટરને લેખીતમાં રજુઆત કરેલ છે.(૧૭.૪)

(11:58 am IST)