Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ભાણવડઃ ખેડુતોને જીજીઆરસી યોજનામાં મુશ્કેલી અંગે મુખ્યમંત્રીને રજુઆત

ભાણવડ, તા., ૧૫: ગુજરાત સરકારે સન -ર૦૦પ થી ખેડુતો માટે ટપક અને ફુવારા પિયત પધ્ધતીની સહાય અને ટેકનોલોજી મળે તે હેતુથી પારદર્શક વહીવટ સાથે જીજીઆરસી યોજના લાગુ કરવામાં આવી હતી. પરંતુ ખેડુતો સરળતાથી આ સીસ્ટમ વસાવી શકે તે માટે કેટલી મુુશ્કેલીઓ પડી રહી છે તેને દુર કરવા માટે ભાણવડ માઇક્રો ઇરીગેશન ડીલર એસો.એ મામલતદાર મારફત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને આવેદનપત્ર પાઠવેલ છે.

આવેદનમાં જે મુશ્કેલી પડી રહી છે તેને મુદાક્રમમાં બનાવી સુપરત કરવામાં આવ્યા છે. પ્રથમ મુદ્દો જીજીઆરસી નિયુકત એજન્સી તરફથી ખેતરોમાં ૧૦૦ ટકા નળીઓ પાથરી ટ્રાયલ રન કરવામાં આવી રહી છે પરંતુ આ વર્ષે ઓછા વરસાદને કારણે કુવામાં પાણી ન હોઇ ખેડુતોએ તેમની નળીઓ સંકેલી લઇ મુકી દીધેલ હોવા છતા આ એજન્સીઓ ૧૦૦ ટકા નળીઓ પથરાવી ખાલી કુવાઓમાં વહેચાતુ પાણી ભરાવી ટ્રાયલ રન કરાવી રહી હોઇ ખેડુતોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહયો છે તેમ આવેદનપત્રમાં જણાવેલ છે. (૪.૨)

(11:57 am IST)