Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ધોરાજીમાં ભાગવત કથા મહોત્સવનાં અંતિમ દિવસે વૈષ્ણવોની આંખોમાં હર્ષના આંસુ વહ્યા

ધોરાજી, તા.૧પઃ કોલેજ ચોક ખાતે ચાલતી શ્રીમદ ભાગવત કથા મહોત્સવમાં આચાર્યશ્રી પરમ પૂજય ગોસ્વામી ૧૦૮ શ્રી ગોવર્ધનેશજી મહોદયના અધ્યક્ષ સ્થાને ભાગવત કથા છેલ્લા દિવસે હજારો વૈષ્ણવોની આંખમાંથી અશ્રુની ધારા વહી જોવા મળી હતી આ સમયે કથાના મુખ્ય યજમાન શ્રી રમેશભાઈ ધડુક તેમજ કથાના વિવિધ મનોરથી યજમાનનું શાલ ઓઢાડી શ્રી દાસીજીવણ સત્સંગ મંડળના કાર્યકર્તાઓ તેમજ vyo ના કાર્યકર્તાઓએ સન્માન કર્યું હતું.

આ સમયે પરમ પૂજય શ્રી ગોવર્ધનેશજી મહોદયશ્રીએ કથા દરમિયાન શ્રીમદ ભાગવત કથાનો મહત્વ તેમજ દરરોજ વિવિધ મનોરથો ઉજવવામાં આવતા હતા અને કથાના છેલ્લે દિવસે સુદામા ચરિત્ર પરીક્ષિત મોક્ષ વિવિધ પ્રસંગો વર્ણવવામાં આવેલ હતા આ સમયે ભાગવત કથાનો મર્મ સમજાવતા પૂજય શ્રી ૧૦૮ ગોવર્ધનેશજીમહોદાયશ્રી એ ભાગવતની સાથે જીવનની અંદર પણ આપણે જો શાંતિ જોતી હોય તો ભાગવત સત્સંગ મહત્વનો છે આ માટે દરેક વૈષ્ણવોએ કળિયુગની અંદર વધુ ભગવત સ્મરણ કરવું જોઈએ વિદાય લેતી વખતે આપશ્રીની આજ્ઞાથી ખૂબ જ ભાવભીનું વાતાવરણ જોવા મળ્યુંહતું ત્યારે ગોસ્વામી ગોવર્ધનજી મહોદયશ્રીની આંખમાંથી અશ્રુની ધારા વહી વહી ગઈ તી આ અમૂલ્ય અવસરે વૈષ્ણવો પણ રડી પડ્યા હતા ફરી આ જ વિસ્તારમાં ભાગવત કથા થાય એવો સંકલ્પ પણ વૈષ્ણવોએ લીધો હતો.  કથા મહોત્સવમાં શ્રી કિશોરભાઈ રાઠોડ નયનભાઈ કુહાડીયા ભરતભાઈ બગડા વિગેરેનું પૂજય શ્રી દ્વારા સન્માન કરવામાં આવેલ હતું તેમજ ગોંડલના મુખ્ય દાતા રમેશભાઈ ધડુકનો પૂજય ગૌસ્વામી તેમજ ધોરાજી દાસીજીવણ સત્સંગ મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું તેમજ દાસી જીવણ સત્સંગ મંડળ  નીતિનભાઈ જાગાણી પ્રમોદભાઈ રાખોલીયા પરસોત્તમભાઈ ગુંદરણીયા ભોલાભાઈ તળાવીયા વિઠલભાઈ ધડુક બાબુભાઈ જાગાણી કૌશિક ભાઈ વૈષ્ણવ અશોકભાઈ હિંસુ ન્સંજયભાઈ રૂપારેલીયા પ્રવીણભાઈ ઘોડાસરા મિતેશભાઈ ઠકરાર અતુલભાઈ વસોયા વિગેરે આયોજન સમિતિનું પણ સન્માન કરવામાં આવેલું હતું આ સમયે કથાનું સંચાલન ભાવનાબેન બાલધાએ સુંદર રીતે કરેલું હતું કથા દરમિયાન ધોરાજી ગોંડલ જેતપુર જામકંડોરણા ઉપલેટા ગામોમાંથી વૈષ્ણવ ઉમટી પડ્યા હતા તેમજ ધોરાજી ધારાસભ્ય લલિત વસોયા પૂર્વ ધારાસભ્ય છગનભાઇ સોજીત્રા શહેર ભાજપના અગ્રણીઓ વી.ડી.પટેલ હરસુખ ભાઇ ટોપીયા અરવિંદભાઈ વોરા લલીતભાઈ વોરા રણછોડભાઈ કોયાણી રાજુભાઈ એરડા ભટ્ટ સાહેબ gebના રાદડીયા સાહેબ વિગેરે અગ્રણીઓનું સન્માન કરવામાં આવેલ હતું.

સમગ્ર ભાગવત કથા દરમિયાન જે લોકોએ સેવા બજાવેલી તેવા તમામ વૈષ્ણવોનું શ્રી દાસીજીવણ સત્સંગ મંડળ વતી પ્રમોદભાઈ રાખોલીયા બાબુભાઈ જાગાણી નીતિનભાઈ જાગાણી તેમજ સંજયભાઈ રૂપારેલીયા વિગેરે આયોજક સમિતિએ તમામ લોકોનો તમામ અધિકારીઓનો તમામ રાજકીય લોકોનો આભાર માનેલ હતો કથા દરમિયાન ગુજરાતભરમાંથી પૂજય ગોસ્વામી ૧૦૦૮ શ્રી હરિરાયજી મહોદયશ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ વૈષ્ણવોને આશીર્વાદ પાઠવ્યા હતા તેમજ ગુજરાતભરમાંથી વલ્લભકુળના બાળકો પધાર્યા હતા અને આશીર્વાદ પાઠવ્યા હતા.

(11:56 am IST)