Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

જામકંડોરણામાં ભૂપત મઢવીની વાડીમા દરોડોઃ જુગાર રમતા ચાર પકડાયા

વાડી માલિક ભૂપત તથા હરીલાલ ચાવડા, પ્રવિણ મકવાણા અને હરસુખ ચાવડાની ધરપકડ

રાજકોટ, તા. ૧૪ :. જામકંડોરણા પાસે પોલીસે બાતમીના આધારે ભૂપત કાળાભાઈ મઢવીની વાડીમાં દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ જામકંડોરણા પોલીસ મથકના હેડ કોન્સ. વી.કે. જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે જામકંડોરણાની સીમમાં ભૂપતની વાડીમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા વાડી માલિક ભૂપત કાળાભાઈ મઢવી (ઉ.વ. ૨૪) (રહે. ઈન્દીરાનગર-જામકંડોરણા) તથા હરીલાલ ભીખાભાઈ ચાવડા (ઉ.વ. ૪૦) (રહે. જામકંડોરણા), પ્રવિણ દેવસીભાઈ મકવાણા (ઉ.વ. ૪૩) (રહે. વડાળી, તા. ઉપલેટા) અને હરસુખ હીરાભાઈ ચાવડા (ઉ.વ. ૪૦) (રહે. ધોળીધાર, તા. જામકંડોરણા)ને પકડી લઈ રૂ. ૧૧૨૩૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી જ્યારે સાજડીયાળીનો મનસુખ ગોવિંદ બગડા નાસી જતા તેની શોધખોળ આદરી છે.(૨-૫)

(11:56 am IST)