Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

મોરબીના લુંટાવદર ગામમાં રિક્ષામાંથી પડી ગયેલો યુવાન ટ્રકની ઠોકરે ચડ્યોઃ મોત

પરપ્રાંતિય રિપુકુમાર શાહની (ઉ.૨૧)એ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૫: મોરબીના લુંટાવદરમાં રહેતો અને કારખાનામાં કામ કરતો પરપ્રાંતિય  યુવાન ચાલુ રિક્ષામાંથી પડી ગયા બાદ પાછળ ટ્રક આવતો હોઇ તેની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ મોરબીના લુટાવદરમાં પીપળીયા ચાર રસ્તા પાસે મેટ્રો ટકનો કંપનીની ઓરડીમાં રહી કારખાનામાં કામ કરતો રિપુકુમાર શેષનાથ શાહની (ઉ.૨૧) રવિવારે સાંજે રિક્ષામાં બેસીની જતો હતો ત્યારે લુંટાવદર રોડ પર કારખાના સામે જ રિક્ષામાંથી પડી જતાં પાછળ ટ્રક આવતો હોઇ તેની ઠોકરે ચડી જતાં માથા-પગે-શરીરે ગંભીર ઇજાઓ થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બનાવને પગલે તેના સાથી કર્મચારીઓમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.

(11:55 am IST)