Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

વર્તમાન યુગમાં પણ પરમાત્માનો સાક્ષાત્કાર થઇ શકે છે : રાજવાસ દેવસિંઘજી

વેરાવળમાં યોજાયો ભવ્ય આધ્યાત્મિક સત્સંગ

વેરાવળ તા.૧૨ : વર્તમાન યુગમાં પણ પરમાત્માનો સાક્ષાત્કાર થઇ શકે છે. આ શબ્દો હતા તાજેતરમાં વેરાવળ ખાતે યોજાયેલ ભવ્ય આધ્યાત્મિક સત્સંગમાં ખાસ દિલ્હીથી ઉપસ્થિત રહેલ આદરણીય બહેન રાજ વાસદેવસિંઘજીના.

તેઓએ જૂદા જૂદા ધાર્મિક ગ્રંથોનો અર્થ સમજાવી કહ્યુ કે, તમામ ધર્મગ્રંથોમાં ફરમાવવામાં આવ્યુ છે કે, ઇશ્વરને ઓળખ્યા વિનાની ભકિત સાર્થક નથી અને પુર્ણ સદગુરૂ દ્વારા પ્રભુ પરમાત્માને ક્ષણભરમાં આજે પણ જાણી શકાય છે. મહાભારતના યુધ્ધ વખતે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને નિરાકાર નિરંકારના જે લક્ષણો કહ્યા હતા તે જ સત્ય છે.

આ સત્સંગમાં ગીરસોમનાથ જીલ્લામાંથી વિશાળ સંખ્યામાં લોકો હાજર હતા. ઉપરાંત ૯૦ સોમનાથ વિભાગના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા, વેરાવળ પાટણ ન.પા.ના ચેરમેન મંજુલાબેન સુયાણી તથા ખારવા સમાજના આગેવાન રાજેશભાઇ સુયાણી સાથે અનેક આગેવાનોએ પણ હાજર રહી સત્સંગનો લાભ લીધો હતો અને તેઓને નિરંકારી મિશન વેરાવળ બ્રાંચના મુખી મહાત્મા ભગવાન સોનૈયાએ આવકાર્યા હતા.

સત્સંગ પહેલા શ્રીમતી રાજવાસદેવસિંઘજી તથા વાસદેવસિંઘજીએ નિરંકારી મિશન ગીરસોમનાથના અનુયાયીઓ સાથે મીટીંગ યોજી ઉપયોગી માર્ગદર્શન પણ આપ્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા ભગવાન સોનૈયા ચેતન ચૈનાણી તથા વેરાવળના શિષ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સ્ટેજ સંચાલન કોડીનારથી પધારેલા કનૈયાલાલ દેવાણીએ કર્યુ હતુ.

(11:53 am IST)