Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ચોટીલામાં ૧૪ વર્ષનો રાકેશ માતાજીના મઢે દર્શન કરવા નીકળ્યો ને દોરાથી ગળુ કપાયું

સાઇકલ લઇને નીકળ્યો ને બનાવ બન્યોઃ ગંભીર ઇજા સાથે રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૫: પતંગના દોરાએ અનેકને ઘાયલ કર્યા હતાં.  સંક્રાંતની સવારે ચોટીલામાં થાન રોડ પર આશાપુરાનગરમાં રહેતો અને ધોરણ-૮માં અભ્યાસ કરતો બે બહેનનો એકનો એક નાનો ભાઇ રાકેશ જગદીશભાઇ ચાવડા (ઉ.૧૪) સવારે આઠેક વાગ્યે સાઇકલ હંકારી માતાજીના મઢે દર્શન કરવા જવા નીકળ્યો ત્યારે પતંગનો દારો ગળામાં ફસાઇ જતાં મોટો કાપો થઇ જતાં લોહીલુહાણ થઇ ઢળી પડ્યો હતો. લોકો ભેગા થઇ જતાં ચોટીલા હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેણે પોતાના પિતાના ફોન નંબર આપતાં તેને બોલાવાયા હતાં. ગળામાં ગંભીર ઇજા હોઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ઇએનટી વિભાગના તબિબોએ તાકીદે ઓપરેશન હાથ ધર્યુ હતું. રાકેશના પિતા જગદીશભાઇ બુટ-ચપ્પલ વેંચી ગુજરાન ચલાવે છે. એકના એક દિકરાને પતંગના દોરાથી ગંભીર ઇજા થતાં પરિવારજનોમાં ચિંતા પ્રસરી ગઇ હતી.

 

(11:46 am IST)