Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

પોરબંદરનાં રાણા કંડોરણામાં ખેતરેથી ૬.૪ર લાખનો દારૂ ઝડપાયોઃ પાંચ બુટલેગરો માલ કટીંગ કરે તે પહેલા જ ફર્લો સ્કવોડ ત્રાટકી

૧૯૦૭ બોટલ અંગ્રેજી દારૃઃ ટ્રેકટર ટ્રોલી, ૭૧ હજાર રોકડા અલ્ટો કાર સહિત ૧૦.૬પ લાખનો મુદામાલ જપ્ત

પોરબંદર, તા., ૧પઃ અત્રેની અલ્ટો ફર્લો સ્કવોડે બાતમીનાં આધારે રાણા કંડોરણા વિસ્તારની વાડીએેથી  ૬.૪ર લાખના દારૂ સાથે પાંચ બુટલેગરોને ૧૦.૬પ લાખના મુદામાલ સાથે ઝડપી લેતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ અંગે પોરબંદર યલો ફર્લો સ્કવોડના પીએસઆઇ બી.વી.પંડયાએ નોંધાવેલી ફરીયાદ મુજબ રાણા કંડોરણાના સવદાસ ગીગા રાતીયા અને ભરત ગીગા રાતીયા તેનો ભોગવટા વાળા ખેતરમાંથી દારૂ સપ્લાય કરતા હોવાની બાતમી આધારે દરોડો પાડતા  ખેતરમાં ટ્રેકટરની ટ્રોલીમાંથી અંંગ્રેજી દારૂની ૧૯૦૭ બોટલો (કિ. ૬,૪ર,ર૪૦ લાખ) તથા ૭૧,૮૦૦ રોકડા) રૂ. ર૦૦૦ નો મોબાઇલ ૧.પ૦ લાખની ટ્રેકટર ટ્રોલી અને રૂ. ર લાખની અલ્ટો કાર સહીત કુ ૧૦.૬પ લાખનો મુદામાલ જપ્ત કરી અને આ સ્થળેથી માલ કટીંગ કરે તે પહેલા ઉપરોકત બંન્ને આરોપીઓ ઉપરાંત ભરત ચના ભોગ સેરા, અજય ચના ભોગસેરા (રહે. આહીરવાડી, રાણાવાવ અને વેજા રણમલ ઓડેદરા (રહે. રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે બોખીરાએથી પાંચેયને ઝડપી લઇ આ દારૂનો જથ્થો કયાંથી આવ્યો હતો તથા તેને મોકલવાનો હતો ? વગેરે ઉંડી પુછપરછ હાથ ધરી હતી.(૪.૫)

(11:45 am IST)