Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ભાવનગરના ટીપી અધિકારી ઉપર હુમલો

કાળીયા બીડમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરતા ૭ શખ્સો અધિકારીઓના ઘેર ધસી ગયા

ભાવનગર, તા.૧૫: ભાવનગર મહાનગરપાલિકાનાં ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર સુરેશભાઇ ગોધવાણી ઉપર બે કારમાં આવેલ સાત શખ્સોએ હુમલો કરતાં મ્યુ અધિકારી-કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. કાળીયાબીડમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી સરકારી અધિકારીનાં ઘેર જઇ હુમલાનાં બનાવનો ઘેરો પ્રભાવ પડયા છે.

સંરકારમંડળ ચોક ગણેશ ટેર્નામેન્ટમાં રહેતાં અને ભાવનગર મહાનગરપાલીકાનાં ટાઉન ડવલમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા સુરેશભાઇ મુરલીધર ગોધવાણી ઉ.વ ૫૫નાં ઘરે બે મોટરકારમાં આવેલ દિગુભા અને અન્ય છ શખ્સોએ 'તુ મારો મોબાઇલફોન કેમ ઉપાડતો નથી?' તેમ કહી કાંઠલો પકડી ઘરથી બહાર કાઢી ઘોલ  ધપાટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટયા હતા. આ બનાવ સીસી ટીવી કેમેરામાં કેદ થયો હોવાનું સુરેશભાઇએ જણાવ્યુ હતું. આ બનાવ અંગે સુરેશભાઇ ગોધવાણીએ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દિગુભા અને અન્ય છ સહિત સાત શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની તપાસ પો.સ.ઇ બસીયા ચલાવી રહ્યા છે.

ભાવનગરનાં કાળીયાબીડ વિસ્તારમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરતાં અને મ્યુ. અધિકારોમાં ઘેર જઇ હુમલો થવાનાં બનાવે મ્યુ. અધિકારીઓ-કર્મચારીઓમાં રોષની લાગણી ફલાઇ ગઇ છે.(૨૨.૩)

(11:43 am IST)