Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ચુડા તાલુકાના કોરડા ગામે તમંચો અને જીવતા કારતુસ સાથે અરવિંદ અણીયાળીયાને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો

કોરડા ગામે રહેતો શખ્સ તમંચો તથા કારતુસ નંગ-૩ સાથે પોલીસ-પેટ્રોલીંગ દરમ્યાન ઝડપાયો

સુરેન્દ્રનગર, તા. ૧પ : પોલીસ અધિક્ષક શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવારનાઓએ જીલ્લામાંથી જુગારની બદી સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તેમજ જીલ્લામાંથી ગેરકાયદેસર હથીયારોનો સફાયો કરવા શ્રી ડી.એમ. ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુરેન્દ્રનગરનાઓને સુચના અન્વયે શ્રી ડી.એમ. ઢોલની સુચના-માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા ચુડા તાલુકાના કોરડા ગામે પ્રા. શાળા પાસે છાપો મારી અરવિંદ લીંબાભાઇ અણીયાળીયા ત.કોળી (ઉ.વ.ર૯) રહે. કોરડા ગામની સીમ, તા. ચુડા વાળાને ગેરકાયદેસર હથીયાર લાયસન્સ પરવાના વગર દેશી બનાવટનો બાર બોર સીંગલ બેરલનો તમંચો-૧ કિ.રૂ. પ૦૦૦ તથા જીવતા કારતુસ નંગ-૩ કિ.રૂ. ૩૦૦ તથા મોબાઇલ-ર કિ.રૂ. ૩,૦૦૦ મળી કુલ રૂ. ૮,૩૦૦ના મુદામાલ સાથે પકડીપ ાડી મજકૂર આરોપી વિરૂદ્ધ હથિયાર ધારા એકટ મુજબ ચુડા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.(૮.પ)

 

(11:42 am IST)