Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

કોડીનારની સિમેન્ટ ફેકટરીમાં પ૩ હજારની ચોરી

કોડીનાર, તા., ૧પઃ અંબુજા સિમેન્ટ ફેકટરીમાં કૃષિમોલની ઓફીસના તાળા તોડી તસ્કરો રૂ. પ૩ હજાર રોકડાનો હાથફેરો કરી ગયાની ફરીયાદ નોંધાઇ છે.

અંબુજા સિમેન્ટ ફેકટરીમાં સોમનાથ ફાર્મસી પ્રોડયુસનમાં ચેરમેન રામસીંગભાઇ માલભાઇ મોરીએ કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ મુજબ તેમની કૃષિમોલની ઓફીસમાં ગતરાત્રીના કોઇએ ઓફીસના છતનાં સિમેન્ટના પતરા તોડી ઓફીસમાં પ્રવેશી તિજોરી કબાટનો લોક તોડી તેમાં રહેલા દવાના વેચાણના અને શેર હોલ્ડરના રૂ. પ૩ હજાર રોકડા કોઇ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ નોંધાવતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. (૪.૮)

 

(11:42 am IST)