Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

અંજાર કચ્છમાં ૩ હજારની ઉઘરાણીમાં ખૂન : ૨ ઝડપાયા

મકર સંક્રાંતિએ વરસાણા પાસે મળેલ લાશનો ભેદ ઉકેલાયો : મૃતદેહનું મ્હો અને માથું છુંદાયેલ હતું: વરસાણામાં રહેતા પરપ્રાંતીય ગોવિન્દ કંગુર અને સુશાંત કાંધીયા ઝડપાયા : ઉછીના આપેલા પૈસા પરત ન આપતા માથાકુટ થયેલ

ભુજ તા. ૧૫ : કચ્છના અંજારમાં ૩ હજાર રૂપિયાની ઉઘરાણી માટે યુવાનનું ખૂન કરતા ચકચાર જાગી છે. ખુન સબબ પોલીસે બેની ધરપકડ કરી છે.

અંજારના વરસાણા પાસે ગત તા. ૧૪ઙ્ગ જાન્યુઆરી મળેલ ઇજાગ્રસ્ત હાલતમાં લાશનો ભેદ ઉકેલાઈ ગયો છે. વરસાણા પાસે ટીમ્બર કંપનીમાં કામ કરતા મજૂર ૩૦ વર્ષીય ઇન્દ્રામણી ગૌડાનો મૃતદેહ માથા અને મો ની છૂંદાયેલી હાલત માં મળી આવ્યો હતો. આ અંગે મૃતકના સાઢુભાઈ પંચાનન ગૌડાએ પોલીસને જાણ કરી હતી. અંજાર પોલીસે આ અંગે વધુ તપાસ કરી તો રૂપિયાની લેતીદેતી નો મામલો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, હત્યા માત્ર ૩ હજાર રૂપિયાની ઉઘરાણી માટે થઈ હોવાનું ખુલ્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ ગુનાના આરોપીઓ (૧) ગોવિંદ કંગુર ગૌડા ઉ.વ.૨૩ રહે. મુળ પીતલ થાના આસ્કાઙ્ગ તા.આસ્કા જી.ગંજમ (ઓરીસ્સા) હાલે રહે.સરવે નં-૬ /૭ લેબર કોલોની ચૌધરી ટીમ્બર ઈન્ડ.પ્રા.લીમી. વરસાણા સીમ તા.અંજાર તથાઙ્ગ (૨) સુશાંત કાંધીયા બહેરા ઉ.વ.૨૪ રહે. મુળ ભાલીયા પાડા થાના સુરડા તા.સુરડા જી.ગંજમ (ઓરીસ્સા) હાલે રહે.સરવે નં-૬ /૭ લેબર કોલોની ચૌધરી ટીમ્બર ઈન્ડ.પ્રા.લીમી. વરસાણા સીમ તા.અંજારને ગઈકાલે ઝડપી પાડ્યા હતા.

આરોપી ગોવિદ ગૌડાએઙ્ગ મૃતક ઇન્દ્રામણી સોલા ગૌડાને રૂપીયા ૩૦૦૦ હાથ ઉછીના આપ્યા હતા. જે ઇન્દ્રમણી પરત આપતો ન હોઇ જેનુ મનદુખ રાખી આ આરોપીઓએ સાથે મળી ઇન્દ્રમણી ગૌડાને માથા તથા મોઢાના ભાગે પથ્થરો મારી ક્રૂરતા પૂર્વક તેનું મોત નિપજાવ્યુ હતું. આ ગુના નો ભેદ ઉકેલવામાં પીઆઇ આર.એલ રાઠોડ, પીએસઆઇ જે. જે. જાડેજા તથા હેડ કોન્સટેબલ સુખદેવસિંહ મહિપતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલા, જયુભા રમુભા જાડેજા, કોન્સટેબલ રાજદિપસિંહ અજીતસિંહ જાડેજા, ગૌતમભાઇ રાજુભાઇ સોંલકી, વિજયસિંહ સહદેવસિંહ ઝાલા, વનરાજસિંહ પ્રવિણસિંહ દેવલ, દિવ્યરાજસિંહ કીરીટસિંહ સીસોદીયાઙ્ગ સાથે રહ્યા હતા.(૨૧.૮)

(11:44 am IST)