Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

પોરબંદરની ઓટો સ્પેરપાટર્સની દુકાનમાં ભીષણ આગઃ અંદાજે ૩ લાખનુ નુકસાન

ફાયરબ્રીગેડના જવાનોએ બંધ દુકાનના શટર તોડીને પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધીઃ શોટસર્કીટથી આગ

પોરબંદર : યુગાન્ડા રોડ ઉપર શ્રીજી ઓટો સ્પેરપાટર્સની બંધ દુકાનમાં બપોરે ભીષણ આગ લાગ્યાની જાણી કરાતા ફાયરબ્રીગ્રેડના જવાબો દોડી જઇને બંધ શટર ઉચકાવીને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.

આગથી અંદાજે ૨ થી ૩ લાખનું નુકસાન થયું છે.બંધ દુકાનમાં શોર્ટ સર્કીટ આગ લાગ્યાનું પ્રાથમિક તારણ આવ્યું છે દુકાનમાં ટાયરના જથ્થા સહિત સામાન બળીને ખાખ થઇ ગયેલ છે ફાયરબ્રીગ્રેડ જવાનો સમયસર આવી જઇને આગ કાબુમાં લઇને વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. જાનહાની નથી.

(7:34 pm IST)