Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

મોરબી જિલ્લામાં ઉતરાયણ પર્વે પોલીસ કર્મચારી સહીત ૨૫ ઈજાગ્રસ્ત યુવાન ધાબા પરથી પટકાયો

 

મોરબી ;મોરબી જિલ્લામાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે સવારથી પતંગ રસિયાઓ પતંગ ઉડાવવાની મોજ લૂંટી હતી અને સાંજ સુધી પવન સારો રહેતા પતંગ રસિયાઓને જલસા થયા હતા તો પતંગની દોરીથી ઈજા થવાના અને ધાબા પરથી પડી ગયેલા અનેકને સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા       

       ઉતરાયણના પર્વ નિમિતે બાળકોથી લઈને યુવાનો, વડીલો અને મહિલાઓએ ધાબા પરથી પતંગ ઉડાવવાની મોજ માણી હતી પતંગ ચગાવતા અનેક ઈજાના બનાવો નોંધાયા હતા

 હળવદના મથક નજીકથી પસાર થતા બાઇકસવાર યુવાનના ગળામાં પતંગની દોરી આવી જતા ચાલકે કાબુ ગુમાવી દીધો હતો અને ફંગોળાઈ ગયો હતો જે ઇજાગ્રસ્ત યુવાન પાંચા સુખા ( .. 35) (  રહે પાનેલી તા. મોરબી )ને મોરબી સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો છે

  ઉપરાંત વિશાલ નામના યુવાન ધાબા પરથી પડી જતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો તો મોરબીના પોલીસ કર્મચારી રામદેવસિંહ જાડેજા તેમજ એક મહિલા અને ચાર યુવાનોને પણ પતંગ ચગાવતા ઈજા પહોંચી હતી તે ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં ૧૫ થી ૨૦ જેટલા નાના મોટા અકસ્માતના બનાવો નોંધાયા હતા

 

(11:52 pm IST)