Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

મોરબીમાં અકસ્માતના ગુન્હામાં ત્રણ વર્ષથી વોન્ટેડ શખ્શને એસઓજીએ ઝડપી લીધો

મોરબી તાલુકા પોલીસ મથકના અકસ્માતના ગુન્હામાં સંડોવાયેલ શખ્સ છેલ્લા ત્રણેક વર્ષથી નાસતો ફરતો હોય જેને એસઓજી ટીમે ઝડપી લીધો છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા એસઓજી પીઆઈ જે એમ આલની ટીમના અનિલભાઈ ભટ્ટ, ફારૂકભાઈ યાકુબભાઈ અને નરેન્દ્રસિંહ જાડેજાની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસ મથકના અકસ્માતના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ભૂરા ખીમા અમલીયાર આદિવાસી( રહે મૂળ એમપી વાળો હાલ ભૂંગડા તા. રાજકોટ ) ને  ઝડપી લઈને મોરબી તાલુકા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે

(12:48 am IST)