Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ઘોઘાના ગોરીયાળી રામપરમાં રમતા-રમતા કુવામાં પડી જવાથી બે બાળકોના કરૂણમોત: મહિલા બેભાન

બાળકોને બચાવવા કુવામાં પડેલ મહિલાને બેભાનવસ્થામાં બહાર કઢાઈ

ભાવનગર :જિલ્લાનાં ઘોઘા તાલુકાનાં ગોરીયાળી રામપર ગામમાં રમતા રમતા 2 બાળકો કુવામાં પડી જતા બંન્નેનાં મોત નિપજ્યાં હતા. બાળકોને બચાવવા પડેલ મહિલાએ બેભાન સ્થિતીમાં બહાર કાઢવામાં આવી હતી વિવેક અને પારસ નામના બે બાળકોનું કુવામાં પડી જવાથી કરૂણ મોત નિપજ્યાં છે.

  અંગે મળતી વિગત મુજબ રામપર ગામના વાડી વિસ્તારમાં રહેતા પરિવારનાં બે બાળકો રમતા રમતા કુવામાં પડી ગયા હતા. કુવો બાંધેલો નહી હોવાનાં કારણે બાળકો કુવા નજીક પડી ગયા હતા. બાળકોને બચાવવા એક મહિલા પણ પાછળ કુદી પડી હતી. જો કે બાળકોનાં ડુબી જવાથી મોત નિપજ્યા હતા. જ્યારે મહિલાને બેભાનાવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા હતા. વિવેક અને પારસ નામના બંન્ને બાળકો અને મહિલાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર દ્વારા બંન્ને બાળકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે મહિલાની સારવાર ચાલી રહી છે.

(11:31 pm IST)