Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ઉડતા અમરેલીઃ જિલ્લામાં ર૪ કલાકમાં ૧પ૩ શખ્સો લોકઅપમાં પુરાયા

અમરેલી, તા., ૧૪: અમરેલી જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા રેકર્ડ બ્રેક કામગીરી કરાઇ હતી આજે છેલ્લા ર૪ કલાકમાં પોલીસ તંત્રએ પીધેલા અને દારૂ વેચવાવાળા મળીને કુલ ૧૮૭ કેસો કરાયા હતા જે અમરેલી જિલ્લામાં પહેલી વખત જ કરાયા છે.

અમરેલી જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં દારૂ પીને વાહન ચલાવતા દસ અને રસ્તા ઉપર ઝુમતા ૧૪૩ તથા દેશી દારૂ વેચતા ર૭ ઇંગ્લીશ દારૂ વેચતા ૭ અને બે દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી મળીને કુલ ૧૮૭ સફળ કેસો કરાયા છે. જે અમરેલી જિલ્લામાં વિક્રમજનક છે. ગુનેગારને ર૪ કલાક લોકઅપમાં રાખવાની એસપી શ્રી નિર્લિત્પ રાયની કાર્ય પધ્ધતી છે અને તેમના દ્વારા અમરેલી જિલ્લામાં નશાખોરો સામે અવિરત લડાઇ ચાલી રહી છે અને જાણવા મળતી માહીતી અનુસાર શરાબીઓની આદતને કાયમી રીતે હળવી કરવા માટે અનોખી ઢબે હળવા કરવા એસપીશ્રી નિલિત્પ રાય દ્વારા ગંભીરતાથી વિચારણા કરાઇ રહી હોવાથી ટુંક સમયમાં જ કાર્યવાહી થશે.

(1:41 pm IST)