Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

વાંકાનેરના જાંબુડીયામાં ૪ વર્ષની દીકરીને માતા સાથે મીલન કરાવતી ૧૮૧ની ટીમ

વાંકાનેરઃ તાલુકાના વીડી જાંબુડીયા ગામમાં રહેતા પરિવારમાં પતિએ પત્ની સાથે મારપિટ કરી ૪ મહિનાની દીકરી પોતાની પાસે રાખેલ લીધેલ હોવાની જાણ ૧૮૧ ટીમને તથા તેને સ્થળ પર પહોચીને માતાને દીકરીનું મિલન કરાવ્યું હતું. ૧૮૧ અભયમને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી કે વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામમાં મારપીટ કરીને તેમની ૪ વર્ષની દીકરીને પોતાની પાસે રાખી લીધેલ છે જેથી ૧૮૧ ટીમના કાઉન્સિલર પીન્કીબેન ભટ્ટી, કોન્સ્ટેબલ રૂપલબેન અને પાઈલોટ દેવજીભાઈ સહિતની ટીમ દોડી ગઈ હતી અને એક બહેનને માર મારીને દ્યરની બહાર કાઢી મુકેલ હોય અને તેની બાળકી આપતા ન હોય જેથી તેનું કાઉન્સીલિંગ કરી તેઓને સમજાવીને બહેનને બાળકી પરત અપાવવી હતી સમાધાન કરાવ્યું હતુ.(તસ્વીરઃપ્રવિણ વ્યાસ.મોરબી)(

(1:39 pm IST)