Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ખંભાળિયા પંથકમાં વધુ એક દીપડો આવ્યાની સંભાવના નાયરા કંપની પાસેના સીસીટીવીમાં દીપડો દેખાયો

જંગલખાતાએ દિપડાની સંભાવનાને પગલે પેટ્રોલીંગ વધાર્યુ છે પણ હજુ સુધી દીપડો જોવા મળ્યો નથી

ખંભાળિયા : ખંભાળિયા પંથકમાંથી આવેલા દીપડાનેં પગેરૂ રોજ અનેક જગ્યાએથી મળે છે. પણ દીપડો હજુ જંગલખાતાના પાંજરામાં આવેલો નથી ત્યારે વધુ એક દીપડો સીસી ટીવીમાં દેખાતા ગ્રામ્ય વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયુ છે.

ગત નવેમ્બર માસની આખરમાં ભાતેલ ગામ પાસે આવેલો દીપડો વીન્ડફાર્મના કેમેરામાં આવી જતા તેને પકડવા માટે જંગલ ખાતાએ પાંજરા ગોઠવીને જહેમત શરૂ કરી હતી તથા ભાતેલ તથા અન્ય ગામોમાં બે પાંજરા મુકેલા હતા.

આ પછી દીપડો મોટા મોઢા વિસ્તારની ઝાડીમાં દેખાતા તથા ત્યાં તેના પગલાના નિશાન પણ મળતા દીપડો ત્યાં હોવાનું જણાતા ત્યાં પણ પાંજરુ ગોઠવવામાં આવેલ હતુ. જેમાં દીપડો આવ્યો નથી.

બે દિવસ પહેલા મોટા માંઢા પાસે દીપડો આવેલો તેજ સમયે જંગલખાતાના અધિકારીને વડત્રા ગામ પાસેથી પણ દીપડો દેખાયાની ફરિયાદો મળતાં ત્યાં પણ હોય બે દીપડા તો નથી ને તેવી ચર્ચા જાગી છે ત્યાં બે દિવસ પહેલા તાલુકાના કજુરડા દેવળિયા પાસે એસ્સાર તથા ન્યારા કંપનીની નજીકના જંગલી વિસ્તારમાં દીપડો કંપનીના સીસીટીવીમાં આવતા ત્યાં પણ દીપડો હોવાનું પાકું થતા જંગલખાતાના અધિકારીશ્રી પરબતભાઇ આહિર દ્વારા ત્યાં પણ પાંજરુ ગોઠવવા વ્યસ્થા કરી છે.

અઢાર દિવસથી મોટામાંઢાથી ભાતેલ સુધી ૩૦ કિ.મી.ના વિસ્તારમાં ફરતા આ દીપડાએ અત્યાર સુધીમાં કુતરા, પાડી, વાછરડીનો શિકાર કર્યો છે. કોઇ મનુષ્ય પર હુમલો કર્યો નથી. પરંતુ હાલ શિયાળુ  પણ ચાલુ હોય ખેડુતો રાતવરત જવુ પડે વિશે દીપડાના ભયથી ખેડુતોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે.જો કે જંગલખાતાએ બે ટુકડીઓ બનાવનીે દીપડાની શકયતા વાળા વિસ્તારોમં દીપડા કડવા માટે સતત પેટ્રોલીંગ વધાર્યુ છે પણ હજુ દીપડો હાથમાં નથી આવ્યો ત્યાં બે દીપડાની સંભાવનાથી તંત્ર વધુ મુશ્કેલીમાં મુકાયુ છે.

(1:33 pm IST)