Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

લાખોના સોનાની લેતીદેતીમાં મુંબઇ એર ઇન્ડિયાનાં નિવૃત અધિકારીની હત્યા થયાનું ખુલ્યુ

અપહરણ કરીને વડોદરામાં હત્યા કરીને મૃતદેહને હળવદનાં સુર્યનગર પાસે ડેમમાં ફેંકી દેનાર ૩ વેપારીઓની ધરપકડ

હળવદ,તા.૧૪: મુંબઈમાં થી વૃધ્ધ નુ અપહરણ કર્યા બાદ વડોદરામાં હત્યા કરી લાશને હળવદ તાલુકાના સૂર્યનગર પાસેના બ્રાહ્મણ-૨ ડેમમાં ફેંકી દેવામાં આવી હોવાની દ્યટના પ્રકાશમાં આવી હતી જેથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના ત્રણ વેપારીઓની ધરપકડ કરી હતી જેની ધરપકડ કરવામાં આવી છે તેમાં બે અમદાવાદ અને એક કેશોદ નો વેપારી હોવાનું સામે આવ્યું છે

સસ્તી કિંમતે સોનું ખરીદવાની લાલચમાં ૫૪ લાખ રૂપિયા ગુમાવ્યાના રોષમાં અમદાવાદના વેપારીએ સાથીઓ સાથે મળી ઘાતકી યોજના બનાવી હતી

ક્રાઈમ બ્રાન્ચ યુનીક ૧૦ ના ઇન્ચાર્જ ઇન્સ્પેકટર સુનિલ માને ની ટીમે પકડી પાડેલા આરોપીઓની ઓળખ અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા જેન્તીભાઈ ભાઈલાલભાઈ પટેલ,જૂનાગઢના કેશોદ તાલુકા માં રહેતા ગોપાલ ઉર્ફે કરણ લીલા ભાઈ પરમાર અને અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા રાજુભાઇ રામભાઇ આગઠ તરીકે થઈ હતી જેથી પોલીસ દ્વારા તેઓને ઝડપી લીધા છે

પોલીસના જણાવ્યા મુજબ એર ઇન્ડિયામાં એન્જિનિયર પદેથી નિવૃત્ત્। થયેલા દિપક અમૃતલાલ પંચાલ ઉમર વર્ષ ૫૯, ૨૯ સપ્ટેમ્બરની સવારે દસ વાગ્યાના અરસામાં દ્યરેથી નીકળ્યા બાદ પાછા ફર્યા ન હતાઙ્ગ જેથી આ અંગે અંધેરી પોલીસ સ્ટેશનમાંઙ્ગ દીપક પંચાલ ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી

પોલીસ પંચાલ ની શોધખોળ ચલાવી રહી હતી તે દરમિયાન તેમના પરિવારજનો માહિતી મળી હતી કે પંચાલનુ અપહરણ થયું છે જેથુ પોલીસે પ્રાથમિક તપાસ બાદ ૨૦ ઓકટોબર અપહરણનો ગુનો નોંધ્યો હતો જેની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઈ હતી જેથી પોલીસે તપાસ અર્થે સીસીટીવી કેમેરાના ફૂટેજ અને ટેકનિકલ બાબતનો અભ્યાસ કરી રહી હતી ત્યારે હળવદ તાલુકાના સૂર્યનગર ગામ પાસે બ્રાહ્મણ-૨ડેમ માંથી હળવદ પોલીસ ને અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો ગોદડા માં વીંટાળીને સિમેન્ટના થાંભલા વડેઙ્ગ બાંધી મૃતદેહ ડેમમાં ફેંકવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું

હળવદ પોલીસની તપાસમાં આ મૃતદેહ દિપક અમૃત લાલ પંચાલ નો હોવાનું સામે આવ્યું હતું જેથી હળવદ પોલીસે આ અંગેની જાણ મુંબઈ પોલીસને કરી હતી અને મુંબઇ પોલીસ હળવદ ખાતે દોડી આવી તપાસ હાથ ધરી હતી આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ પોતાની ઓળખ છુપાવી વારંવાર પોતાનું ઠેકાણું બદલી રહ્યા હતા અને ત્રણેય આરોપીઓનુ પગેરું શોધી તેમને ગુજરાત અને દિલ્હીથી પકડવામાં આવ્યા છે ઝડપી લેવાયેલાઙ્ગ ત્રણેય આરોપીઓએ એ ગુનાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે અમદાવાદના વેપારી જયંતીભાઈ પટેલે સસ્તી કિંમતે સોનું ખરીદવાની લાલચમાં સુરતના વેપારીને ૫૪ લાખ રૂપિયા આપ્યા હતાઙ્ગ પટેલને સોનુ તો ન મળ્યું પરંતુ રૂપિયા પાછા આપવામાં પણ આનાકાની કરવામાં આવી હતી આ મામલામાં મૃતક પંચાલે મધ્યસ્થી કરી હતી પરિણામે પટેલે દોષનો ટોપલો પંચાલ પર ઢોળ્યો હતો ૨૯ સપ્ટેમ્બરની સવારેઙ્ગ કારમા અપહરણ કરવામાં આવ્યું હતું તેને દ્યણી મારપીટ કરવામાં આવી હતી અને વડોદરામા તેનું મોત નીપજયું હતું જેથી લાશને હળવદ ના બ્રાહ્મણી-૨ ડેમ માં નાખી ગયાનું સામે આવ્યું છે

મૃતક દિપક અમૃતલાલ પંચાલની લાશ હળવદ તાલુકાના સૂર્ય નગર પાસેના બ્રાહ્મણી-૨ ડેમમાંથી તારીખ ૨૧/૧૧ ના રોજ મળી આવી હતી જેથી હળવદ પી.આઈ સંદિપ ખાભલા અને સ્ટાફ દ્યટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ કરાતાં પ્રથમ તો કોહવાઇ ગયેલી લાશ ની ઓળખ મેળવવી મુશ્કેલ હતી પરંતુ પીઆઇ ખાંભલા દ્વારા મૃતકના ખિસ્સામાંથી એર ઇન્ડિયાની ટિકિટ અને દ્યડિયાળ મળી આવી હતી જેથી તે દિશામાં તપાસ હાથ ધરતા મૃતકની ઓળખ થઈ હતી અને મુંબઈ પોલીસ ને જાણ કરી હતી જેથી મુંબઈ પોલીસ હળવદ આવી હતી.

(1:32 pm IST)